રાજકોટ:રાજકોટમાં હિટ એન્ડ રનમાં માતા-બાળકનું મોત થયુ છે. જેમાં મેતોડા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. તેમાં અજાણ્યો વાહનચાલક માતા-પુત્રને અડફેટે લઈ ફરાર થયો છે. અકસ્માતમાં માતા અને બાળકનું ઘટનાસ્થળે મોત થયુ છે.
મેતોડા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટનામાં બાળકના મોત બાદ માતાએ પણ અંતિમ શ્ર્વાસ લીધા છે. અગાઉ રાજકોટમાં નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. ટ્રક ચાલકે ટુ-વ્હીલરને ટક્કર મારતા એક વિદ્યાર્થીનીનું મોત થયું હતું જ્યારે ગંભીર રીતે ઘાયલ અન્ય યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રાજકોટમાં હિટ એન્ડ રનની ઘટનામાં ટ્રક ચાલકે ટુ વ્હીલરને હડફેટે લીધું હતું. જેમાં હેત્વી મોરડીયા નામની યુવતીનું મોત નિપજ્યું હતું. જ્યારે જીનીતા નામની અન્ય યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવાથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. જો કે ટ્રક ચાલક ટ્રક મુકી ફરાર થઇ ગયો હતો.
સ્થાનિકો જણાવ્યા અનુસાર, બિસ્માર રસ્તાઓને લીધે વારંવાર અકસ્માત સર્જાય છે. પ્રશાસન તરફથી કોઈ કામગીરી કરવામાં આવતી નથી. અધિકારીઓ ફક્તને ફક્ત શિટની વાતો કરતા રહ્યા છે. સ્થાનિકોએ કહ્યું હતું કે અકસ્માત થયાના બે કલાક બાદ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બે કલાક સુધી મૃતદેહ રસ્તા પર પડ્યો રહ્યો હતો. શહેરમાં ખરાબ રોડ રસ્તાને લઈને અનેક વખત ફરિયાદો ઉઠી ચૂકી છે. આ મામલે સ્થાનિકોએ ઘણીવાર રજુઆતો પણ કરી છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા લેવામાં આવ્યા નથી.