રાજકોટમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું આરોપીના માતા-પિતાએ ઘરે બોલાવી યુવતિને મારમાર્યો

રાજકોટ,

રાજકોટમાં રહેતી મૂળ કેશોદ પંથકની યુવતિએ રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ, ગોવર્ધન ચોકમાં રહેતા યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે, સાથે યુવકના માતા-પિતાએ પણ યુવતિને ઘરે બોલાવી મારમાર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. ભોગ બનનાર યુવતિએ ફરિયાદમાં જણાવ્યું છે કે, શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર, ગોવર્ધન ચોક પાસે આવેલી સુખસાગર સોસાયટી શેરી નં.૫માં રહેતા નિરવ પરેશભાઈ ધંધુકીયા સાથે પ્રેમસંબંધ બંધાના બન્ને પ્રથમ ફોન પર વાતચીત કરતા અને પછી રૂબરૂ મળવા લાગ્યા હતા.

યુવતિએ વિશ્ર્વાસ મુકી નિરવને જ પોતાનું સર્વશ્ર્વ માની લેતા આરોપીએ અવારનવાર યુવતિ સાથે શરીર સુખ માણ્યુ હતું. જો કે, એક દિવસ નિરવે યુવતિને કહી દીધું હતું કે, મારા મમ્મી પપ્પા લગ્ન માટે માનતી નથી યુવતી પર આભતુટી પડતા તેણે નિરવેને લગ્ન માટે મનાવવા પ્રયાસ કર્યો હતો. દરમિયાન ગઈકાલે રવિવારે રાત્રે નિરવે યુવતિને પોતાના ઘરે બોલાવી હતી જયાં નિરવના પિતા પરેશભાઈ ધંધુકીયા અને માતા ભારતીબેન હાજર હતા તેણે નિરવ સાથે સંબંધ તોડી નાખવા દબાણ કરી ઢીકા-પાટુનો માર માર્યો હતો અને યુવતીના ગળામાં મોબાઈલના ચાર્જીગ કેબલથી ગળાફાંસો આપવા પ્રયત્ન કર્યો હતો. અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતા શબ્દો કહ્યા હતા. માર મારતા યુવતિને આંખ પાસે અને નાકના ભાગે ફેકચર થયું હતું. મોઢામાં, હોઠપર, દાંતમાં, ઘુંટણમાં અને પગના પોંચામાં ઈજા પહોંચી હતી. તેણી તત્કાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થઈ હતી. અને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસની ટીમે આરોપી નિરવ તેના પિતા પરેશભાઈ અને માતા ભારતીબેન સામે આઈપીલી કલમ ૩૭૬ (૨) (એન) ૩૨૩, ૩૨૫, ૧૧૪ અને એટ્રોસિટી એકટની કલબ-૩ (૨) ૫,૩ (૧) ડબલ્યુ, ૩(૧) ચાર મુજબ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવા તજવીજ કરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ કેશોદ પંથકની યુવતિ રાજકોટમાં નસગનો અભ્યાસ કરવા આવી હતી. અને અહીં રહી તેણે નસગનો અભ્યાસ કર્યો હતો. અને હાલ બીએસસીનો અભ્યાસ કરી રહી છે. સાથે એક ખાનગી કંપનીમાં નોકરી કરતી હોવાનું પણ જાણવા મળે છે. દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય થયાની જાણ થતા તેના પરિવારજનો પણ રાજકોટ દોડી આવ્યા હતાં.

પોલીસ સૂત્રો તરફથી માહિતી મળી છે કે, યુવતિના કોઈ સગા મેટોડા રહેતા હતા. જેથી યુવતિ શનિ-રવિ ત્યાં રોકાવા જતી હતી. દરમિયાન નિરવ કન્સ્ટ્રકશન ધંધાથી હોય તેની એક બાંધકામ સાઈટ મેટોડામાં યુવતિના સગા જયાં રહેતા તેના ઘરની સામે જ ચાલતી હતી. જેથી યુવતિ સાથે આંખ મળતા પ્રેમજાળમાં ફસાવી અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો હતો અને બાદમાં લગ્નની ના પાડી દીધી હતી. ભોગબનનાર યુવતિને માર મરાતા તે હોસ્પિટલના દાખલ છે. ત્યાંથી જ તેણે પોતાની આપવીતી પોલીસને જણાવી હતી.જેમા યુવક અને યુવતિ બંન્ને અલગ-અલગ જ્ઞાતિના છે. યુવકે ભરોસો અપાવ્યો હતો કે તે તેણી સાથે લગ્ન કરશે. પરંતુ જયારે યુવકે તેના માતા-પિતાને વાત કરી ત્યારે માતા-પિતાએ યુવતિની જ્ઞાતિ અલગ હોવાથી લગ્નની ના પાડી દીધી હતી.