રાજકોટમાં લાડાણી અને ઓર્બીટ ગ્રુપ પર દરોડામાં ૧૫૦૦ પાનાનો રિપોર્ટ તૈયાર

રાજકોટ, રાજકોટમાં લાડાણી એસોસિએટ અને ઓરબિટ ગ્રુપ પર ઈન્ક્મટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા, ત્યારે હવે લાડાણી એસોસિએટ અને ઓરબિટ ગ્રુપ પર આઇટી વિભાગની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે. કરચોરી મામલે આઇટી વિભાગ દ્વારા ૧૫૦૦ પાનાનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ઈન્ક્મટેક્સ વિભાગે દરોડા પાડીને બંને ગ્રુપના ૨૦થી વધુ લોકરની તપાસ કરવામાં આવી અને તેમાં મુકેલી કરોડોની રોકડ અને દસ્તાવેજો કબ્જે કર્યા છે. આવકવેરા વિભાગની કાર્યવાહી પૂર્ણ થયા પછી હવે આવકવેરા વિભાગે ટેક્સચોરી કરનાર બંને પેઢીઓ સામે ૧૫૦૦ પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૨૨માં પણ આવકવેરા વિભાગે બંને ગ્રુપ પર દરોડા પાડ્યા હતા. એ વખતે પણ બંને ગ્રુપના ૩૦થી વધુ સ્થળે તપાસમાં કરોડોની કરચોરી ઝડપાઈ હતી. સતત બીજા વર્ષે કરોડોની ટેક્સ ચોરી ઝડપાયા બાદ આઇટીએ તપાસ રિપોર્ટ તૈયાર કર્યો છે. રાજકોટમાં લાડાણી ગ્રુપ પર દરોડા દરમિયાન બિલ્ડરના ઘરે સામગ્રી ન મળતાં આવકવેરા વિભાગે અન્ય દિશામાં તપાસ શરૂ કરી હતી. આવકવેરા વિભાગને સીસીટીવી ફૂટેજની તપાસ દ્વારા મોટી સફળતા હાથે લાગી હતી. આવકવેરા વિભાગ દ્વારા ૪૦૦થી વધુ સીસીટીવીની તપાસ બાદ બેનામી વ્યવહારો ઝડપાયા હતા. આ તપાસ દરમિયાન કાળા નાણાંના કારોબારની ૩ ડાયરી કબજે કરવામાં આવી.

આવકવેરા વિભાગની તપાસ દરમિયાન બેનામી હિસાબની ડાયરી ઝૂંપડપટ્ટીમાં છુપાવી હોવાનો અને પછી ઝેરોક્ષની દુકાનમાં છૂપાવ્યાનો ખુલાસો થયો. આ પછી કાળા નાણાંના કારોબારની ૩ ડાયરી ઝેરોક્ષની દુકાનમાંથી કબજે કરાઈ હતી. અગાઉ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ભાડાના મકાનમાં રાખેલા ૫૦૦ કરોડના બેનામી હિસાબો મળ્યા હતા. હવે ઇક્ધમ ટેક્સ દ્વારા લાડાણી ગ્રુપ સાથે સંકડાયેલા બિલ્ડર્સની પૂછપરછ કરાશે. આવકવેરા વિભાગે ટેક્સચોરી કરનાર બંને પેઢીઓ સામે ૧૫૦૦ પાનાનો રિપોર્ટ તૈયાર કર્યો છે, અને માહિતી અનુસાર, આવકવેરા વિભાગ છેલ્લા પાંચ વર્ષના ચોપડા ખોલશે. આ રિપોર્ટના આધારે જ હવે આવકવેરા વિભાગ લાડાણી ગ્રુપ અને તેની સાથે જોડાયેલા ભાગીદારોની પૂછપરછ કરશે અને હિસાબોના ચોપડા ખોલીને ઝીણવટથી તપાસ કરશે.

આવકવેરા વિભાગ દ્રારા પાડવામાં આવેલા દરોડામાં ૫૦૦ કરોડથી વધુના બેનામી વ્યવહારોનો પર્દાકાશ થયો હતો. બંને ગ્રુપના ૨૦થી વધુ લોકરની તપાસ દરમિયાન ત્રણ કરોડથી વધુની રોકડ રકમ ઉપરાંત લેપટોપ, પેન ડ્રાઈવની વસ્તુઓ જપ્ત કરવામાં આવી.