રાજકોટમાં ખનીજ રેતીની હેરાફેરી કરતા ૮ ડમ્પર ઝડપાયા, પોલીસકર્મીનું ડમ્પર હોવાની ચર્ચા

રાજકોટ, રાજકોટ ખાતે આવેલા આજીડેમ વિસ્તારમાંથી ૮ ડમ્પર પોલીસે પકડી પાડ્યા છે. ખનીજ રેતીની હેરાફેરી કરતા ૮ ડમ્પર પોલીસે પકડી પાડ્યા છે. ટ્રાફિક ડીસીપીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડમ્પર ચેકિંગ દરમિયાન પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે. એક ડમ્પરમાંથી રેતી ખાલી કરાવી દેવામાં આવી છે.

પોલીસકર્મીનું ડમ્પર હોવાથી પોલીસે રેતી ખાલી કરાવી હોવાની ચર્ચા સામે આવી રહી છે. તેમજ ઓવરલોડ ટ્રકને લઇને કાર્યવાહી કરવામાં આવી છે.

બીજી તરફ આ અગાઉ સુરેન્દ્રનગરમાં એસએમસીએ ખનીજ ચોરી કરતા ભૂમાફિયા પિતા અને પુત્રને ઝડપ્યા હતા. સાયલામાં સરકારી જમીનમાં ગેરકાયદે ખનીજ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. પિતા-પુત્રને ખનીજ ચોરી બદલ તંત્રએ રૂ.૨૭૦ કરોડનો દંડ ફટકાર્યો હતો.