રાજકોટમાં જુગારીઓ પર પોલીસની ઘોંસ, શ્રદ્ધા પાર્ક અને ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં પત્તા ટીંચતી બે મહિલા સહિત ૧૨ પકડાયા

રાજકોટ,

ભક્તિનગર પોલીસના પીઆઈ એમ.એમ. સરવૈયાના માર્ગદર્શનમાં પીએઆઈ એચ.એન. રાયજાદા તેમની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે કોન્સ્ટેબલ અરવિંદભાઈ ફતેપરા અને રાજદીપસિંહ જાડેજાને બાતમી મળતા શ્રદ્ધા પાર્કમાં શાકમાર્કેટ વાળા મેઈન રોડ પર જાહેરમાં જુગાર રમતા સોહમ રોહિત પરમાર (ઉ.વ.૨૦, રહે શ્રદ્ધા પાર્ક શેરી નં.૪ ડી માર્ટ મોલ પાસે), દીપેન બકુલ ચાવડીયા(ઉ.વ.૨૪, રહે. સહકાર મેઇન રોડ, ન્યુ મેઘાણી – ૬) અને ગોવિંદ નારણ પરમાર (ઉ.વ.૩૩, રહે. હુડકો, આશાપુરા- શેરી નં.૧)ને રૂ.૧૦૩૨૦ની રોકડ સાથે દબોચી ગુનો દાખલ કર્યો હતો.

તાલુકા પોલીસના પીઆઈ એમ.આર. ગોંડલીયાના માર્ગદર્શનમાં પીએસઆઈ વી.એન. મોરડીયા ટિમ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે સાથેના એએસઆઈ આર.બી. જાડેજા, કોન્સ્ટેબલ ધર્મરાજસિંહ રાણા, હર્ષરાજસિંહ જાડેજાને બાતમી મળતા એએસઆઈ જે.ડી. વાઘેલા, હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, કિશનભાઈ પાંભર, અજયભાઈ ભૂંડિયા, મહિલા કોન્સ્ટેબલ ધારાબેન ચુડાસમા સહિતનાએ ગુજરાત હાઉસિંગ બોર્ડના કવાર્ટર (પંડિત દીનદયાળનગર) ખાતે દરોડો પાડતા ક્વાર્ટર નંબર ૧૨૦૧ માંથી રવિરાજ બાબુભાઇ વઘેરા (ઉ.વ-૨૪, રહે- ઝડુસ હોટલ પાછળ, ભીમનગર સર્કલ પાસે), રહિમ હાસમભાઇ સૈયદ (ઉ.વ-૩૫ રહે- જામનગર રોડ, સંજયનગર ઉસમાનીય મસ્જીદ પાસે), ફેજલ ઉર્ફે ભુરો આરીફભાઇ ગલેરીયા (ઉ.વ-૩૦ રહે-જંગલેશ્ર્વર મેઇન રોડ ખ્વાજા એપાર્ટમેન્ટની બાજુમાં), જાફર ઉર્ફે અકરમ ઇકબાલભાઇ મેમણ (ઉ.વ. ૩૬, રહે.રૈયાધાર સ્લમ કવાટર), વિપુલ ઉર્ફે બાદિયો અજીતભાઇ ગોરી (ઉ.વ. ૩૫, રહે-ધરમનગર કવાર્ટર નાણાવટી ચોક પાસે), પ્રકાશ ઉર્ફે બાંગો છગનભાઇ ગોહેલ (ઉ.વ-૪૨, રહે. નવલનગર – ૫ બાલવી કૃપા મવડી), રવિ ઉર્ફે લાલો ટોપી માવજીભાઇ મૈયડ (ઉ.વ-૨૬, રહે. ભીમનગર સર્કલ પાસે રાજકોટ) તેમજ બે મહિલાઓ મળી કૂલ ૯ આરોપીને તીનપત્તિનો જુગાર રમતા ઝડપી લઈ રૂ.૧૬૭૦૦ની રોકડ કબ્જે કરી હતી.