રાજકોટમાં જન્મેલા સુપ્રસિદ્ધ ગઝલકારનું નિધન, ૭૨ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા

મુંબઇ, ખ્યાતનામ ગઝલ ગાયક પંકજ ઉધાસ ચારણનું નિધન થયું છે. ૭૨ વર્ષની ઉંમરે તેમણે અંતિમ શ્વાસ લીધા છે. લાંબી બિમારીના કારણે તેઓ હોસ્પિટલમાં દાખલ હતા. ૨૦૦૬ માં તેમને પદ્મશ્રી પણ પ્રાપ્ત થયો હતો. લાંબા સમયથી બિમાર ઉદાસ પોતાની ગઝલના કારણે દેશના ખુણે ખુણા સુધી પહોંચી ચુક્યા હતા. તેમણે અનેક ખ્યાતનામ ગઝલોને પોતાના અવાજ થકી દેશના ખુણે ખુણા સુધી પહોંચાડી હતી. તેઓ બોલિવુડ માટે પણ અનેક ગીત ગાઇ ચુક્યા હતા. ગુજરાતના રાજકોટના જેતપુરમાં પંકજ ઉધાસનો જન્મ થયો હતો

સુપ્રસિદ્ધ ગાયક પંકજ ઉધાસનું નિધન થયું છે. ૭૨ વર્ષની વયે પંકજ ઉધાસે અંતિમ શ્વાસ લીધા છે. પંકજ ઉધાસની પુત્રી નાયાબ ઉધાસે ગાયકના મૃત્યુના સમાચાર શેર કર્યા છે. આ સમાચાર બાદ સંગીત જગતમાં શોકનો માહોલ છે. પંકજ જેવા ગઝલ ગાયકની વિદાયથી ચાહકો દુ:ખી થયા છે. સોશિયલ મીડિયા પર દરેક લોકો તેમની નમ આંખો સાથે ગાયકને અંતિમ શ્રદ્ધાંજલિ આપી છે.

સગર સોનુ નિગમે તેમના મોત પર સૌથી પહેલી પ્રતિક્રિયા આપી છે. સોનુએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લખ્યું, “મારા બાળપણનો સૌથી મહત્વપૂર્ણ ભાગ આજે ખોવાઈ ગયો છે. શ્રી પંકજ ઉધાસ જી, હું તમને હંમેશા યાદ કરીશ. તમે હવે નથી એ જાણીને મારું હૃદય રડે છે. જીવનનો એક હિસ્સો બનવા બદલ આભાર. શાંતિ. આ ઉપરાંત વિવિધ પક્ષોના નેતાઓએ પણ નમ આંખો સાથે ગાયકને અંતિમ શ્રદ્ધાંજલિ આપી છે.