રાજકોટમાં જન્માષ્ટમી પર્વ પરને લઈને એસટી વિભાગે વિશેષ વ્યવસ્થા કરી છે. જી્ વિભાગ દ્વારા ૫૦ એકસ્ટ્રા બસો શરૂ કરવામાં આવી છે. જુનાગઢ, જામનગર, મોરબી, સુરત, અમદાવાદ રૂટ પર બસો શરૂ થઇ છે. વિદ્યાનગર, બોટાદ, ભાવનગર રૂટ પર પણ બસો શોરૂ કરાઇ છે. ૫૦ વ્યક્તિઓ એક્સાથે ટિકીટ બુક કરાવે તો એકસ્ટ્રા બસની પણ ફાળવણી કરવામાં આવશે.
બીજી તરફ સૌરાષ્ટ્રના જન્માષ્ટમીના લોકમેળાને લઇને સૌથી મોટો ખુલાસો થયો છે.એસઓપીની રચના બાદ પણ મેળામાં લોક્સુરક્ષા મુદ્દે આંખ આડા કાન કર્યા છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાના આયોજન પહેલા નવો વિવાદ શરુ થયો છે.
રાજકોટના જન્માષ્ટમીના લોકમેળામાં સુરક્ષાને લઇને સવાલો સર્જાયા છે.ફાઉન્ડેશન વગર જ લોકમેળામાં તોતીંગ રાઇડ્સ ખડકી દેવામાં આવી છે.એસઓપીની કડક અમલવારીના દાવાઓ વચ્ચે ફાઉન્ડેશનને લઇને સવાલ ઉઠ્યા છે.પથ્થરો અને લાકડાના ટેકા પર વિશાળ રાઇડ્સ ઉભી કરવામાં આવી છે.