રાજકોટમાં જનેતા જ બની જાલીમ: પોતાના જ ૨ બાળકોને મોતને ઘાટ ઉતારી ગળાફાંસો ખાઇ લીધો

રાજકોટ, રાજકોટથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રાજકોટમાં હત્યા અને બાદમાં આત્મહત્યાની ઘટનાને લઈ પંથકમાં ચકચાર મચી ગઈ છે. વિગતો મુજબ રાજકોટમાં એક જનેતાએ પહેલા પોતાના બાળકોની હત્યા કર્યા બાદ પોતે પાણ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. પ્રાથમિક વિગતો મુજબ ઘરકંકાસને કારણે પરિણીતાએ આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.

રાજકોટના એસ.ટી વર્કશોપ પાછળ આંબેડકર નગરમાં એક ચકચારી ઘટના સામે આવી છે. વિગતો મુજબ આંબેડકર નગરમાં રહેતી મનીષાબેન પરમાર દ્વારા પોતાના બંને બાળકોની હત્યા કરવામાં આવી હતી. આ તરફ બંને બાળકોની હત્યા બાદ ખુદ મનીષાબેને પણ પંખા સાથે દુપટ્ટો બાંધી જીવન ટૂંકાવી દીધું હતું.

સ્થાનિક ચર્ચા મુજબ મૃતક મહિલા મનીષાબેન પરમાર દ્વારા પોતાના પતિ સાથે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. જે બાદમાં ગુસ્સામાં આવી પહેલા પોતાના ૫ વર્ષ અને ૬ માસની પુત્રીની કરી હત્યા કરી હતી. આ તરફ બંને બાળકોની હત્યા બાદ પોતે પણ પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.