રાજકોટ,
રાજકોટમાં અકસ્માતની બે અલગ અલગ ઘટનાઓમાં બે યુવાનના મોત થયા છે.જેમાં શહેરના કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે બાઈકને ઠોકરે લેતા બાઈકચાલક મરાઠી યુવાનનું મોત થયું હતું. જયારે અન્ય એક અકસ્માતમાં જંકશન પ્લોટ મેઇન રોડ પર રાત્રીના અજાણ્યા કારચાલકે રાહદારીને હડફેટે લેતા અજાણ્યા યુવાનનું કમકમાટીભયુ મોત થયું હતું. બંને બનાવમાં પોલીસે વાહનચાલક સામે ગુનો નોંધી તેમને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
અકસ્માતના આ બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના કોઠારીયા સોલવન્ટ હાઉસિંગ બોર્ડ કવાર્ટર પાછળ શિવ શક્તિ પાર્ક મેઇન રોડ પર રહેતો અનિલ ઉત્તમભાઈ પાટીલ(ઉ.વ ૩૬) નામનો યુવાન ગઈકાલે ૧૧ વાગ્યા આસપાસ બાઈક લઇ સોમનાથ ઇન્ડસ્ટ્રીઝમાંથી સોલ્વન્ટ ફાટક તરફ જતો હતો ત્યારે અહીં સોલવન્ટ ફાટક પાસે કાચા રસ્તા પર આઇસરે બાઇકને હડફેટે લેતા યુવાન રોડ પર પટકાયો હતો અને તેને ગંભીર ઈજા પહોંચી હતી જેથી સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા અહીં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અકસ્માતમાં મોતને ભેટનાર અનિલ પાટીલ બે ભાઈના પરિવારમાં નાનો અને અપરિણીત હતો તે કારખાનામાં મજૂરીકામ કરતો હતો બનાવ અંગે યુવાનના મોટાભાઈ સુનિલ ઉત્તમભાઈ પાટીલ(ઉ.વ ૩૮) ની ફરિયાદ પરથી આજીડેમ પોલીસે યુવાનને ઠોકરે લઈ મૃત્યુ નીપજાવનાર અજાણ્યા આઇસરના ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જયારે અકસ્માતના અન્ય એક બનાવમાં રાત્રીના જંકશન પ્લોટ મેઇન રોડ પર સદગુ ડેરી ફાર્મ પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલી અજાણી કારે પગપાળા જઈ રહેલા યુવાનને ઠોકરે લઇ કાર ચાલકે પોતાનું વાહન હંકારી મૂકયું હતું. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા અજાણ્યા યુવાનનું ઘટનાસ્થળે છે કમકમાટીભયુ મોત નીપજ્યું હતું.બનાવની જાણ થતા પ્ર.નગર પોલીસ મથકના સ્ટાફે બનાવ સ્થળે પહોંચી યુવાનના મૃતદેહને પોસ્ટમોટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડો હતો. પોલીસે અકસ્માતના મોતને ભેટનાર આ યુવાનની ઓળખ મેળવવા તેના વાલીવારસની શોધ પણ શ કરી છે તેમજ તેને હડફેટે લેનાર અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.