રાજકોટમાં હિરાસર ઈન્ટરનેશલ એરપોર્ટને લઈ કોંગ્રેસે પ્લેન ઉડાવી વિરોધ કર્યો

રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ મુદ્દે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો અને રમકાડાના પ્લેન બનાવી તેને ઉડાવી વિરોધ નોંધાવ્યો હતો.૧૫ ઓગસ્ટ સુધી સ્થાયી ટર્મિનલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયુ નથી તેને લઈ વિરોધ કરાયો છે.કોંગ્રેસનો આક્ષેપ છે કે,ચૂંટણી પૂર્વે પ્રજાના પૈસાનું ભાજપે ૧૪૦૦ કરોડ રૂપિયાનું એંધાણ કર્યું છે.

રાજકોટના હિરાસર ખાતે આવેલા નવા એરપોર્ટ પરથી હજુ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ઊડાન નહીં ભરે. એટલું જ નહીં સૂત્રોએ વધુમાં ઉમેર્યું કે હજુ સુધી રાજકોટ એરપોર્ટ પરથી એકપણ એરલાઈન્સે ઈન્ટરનેશનલ ઓપરેશન શરૂ કરવાની તૈયારી પણ નથી દાખવી. આ કારણોસર હજુ સુધી અહીંથી માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું સંચાલન કરવામાં આવશે એવી વિગતો સામે આવી રહી છે. બીજી બાજુ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ પણ આને લઈને મિટિંગ્સ શરૂ કરી દીધી છે અને ભવિષ્યમાં એક નવા જ ટમનલના નિર્માણ કરીને ત્યાં બધી સુવિધા એડઓન કરીને પછી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ શરૂ કરાય એવો પ્લાન રજૂ કરાયો છે.

સૌરાષ્ટ્રના સૌથી લોકપ્રિય શહેરમાંથી એક રાજકોટમાં નવું ઈન્ટરનેશનલ એરપોર્ટ હિરાસર ખાતે બની ગયું છે. જેનું ઈનોગ્રેશન પણ વર્ષ ૨૦૨૩ના જુલાઈ મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. રાજકોટના આ નવા એરપોર્ટને ૧૦૪૫ હેક્ટર જમીન પર વિક્સાવવામાં આવ્યું છે, જેમાં ટમનલ ૨૩ હજાર ચોરસ મીટરનો વિસ્તાર આવરી લે છે. આ સમયે હવે સૌરાષ્ટ્રના લોકોનું રાજકોટ એરપોર્ટથી જ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સમાં સવાર થઈ વિદેશ જવાનું સપનું ટેક ઓફ થતા પહેલા જ તૂટી ગયું છે. અહેવાલ પ્રમાણે હિરાસર ખાતે આવેલા રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અત્યારે હજુ માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ્સનું જ સંચાલન કરાશે. અહીં ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ હજુ સુધી ઊડાન નહીં ભરી શકે. જોકે આ મોટા નિર્ણય પાછળના કેટલાક સંભવિત કારણો પણ સામે આવ્યા છે.

રાજકોટના આ નવા એરપોર્ટમાં હજુ એક ટમનલનું બાંધકામ ચાલી રહ્યું છે. જેના કારણે સંપૂર્ણપણે જ્યાં સુધી તે પૂરુ નહીં થાય ત્યાં સુધી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ રાજકોટથી ટેકઓફ નહીં થઈ શકે એ નિર્ણય લેવાયો છે. આ મુદ્દે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જણાવ્યું કે નવું ટમનલ જે બની રહ્યું છે તે માત્ર ઈન્ટરનેશનલ ઓપરેશન્સ માટે જ જો હેન્ડલિંગ કરવા રખાય તો ઘણું સારુ રહેશે. આની બાજુમાં જે બીજુ ટર્મિનલ બની રહ્યું છે તેનું બાંધકામ ૧૫ ઓગસ્ટ સુધીમાં પૂરૂ થવાની ધારણા કરાઈ રહી છે. જે માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ્સ નું જ હેન્ડલિંગ કરશે.