
રાજકોટમાં જીએસટી ઓફિસમાં સીબીઆઇની તપાસ ટીમ પંહોચી છે. સીબીઆઇ શહેરની સેન્ટ્રલ ય્જી્ મુખ્ય કચેરીમાં ભ્રષ્ટાચારના આરોપોને લઈને તપાસ કરવા દરોડા પાડ્યા છે.જીએસટી મુખ્ય કચેરીના ભ્રષ્ટ અધિકારીઓ હોવાની માહિતી મળતા સીબીઆઈએ તપાસ કરવા માટે પંહોચી.
સીબીઆઇની ટીમ રાજકોટમાં રેસ કોર્સ સ્થિત સેન્ટ્રલ જીએસટી કચેરીમાં ભ્રષ્ટાચાર મામલે તપાસ હાથ ધરી છે. કચેરીના અધિકારીઓ મામલાની પતાવટ માટે તોડ કરતા હોવાની માહિતી મળતા પોલીસ એકશનમાં આવી છે. નોંધનીય છે કે લોક્સભા ચૂંટણી પહેલાથી જ રાજકોટ શહેર ગુજરાતમાં વિવાદમાં છે. ભાજપના દિગ્ગજ નેતા રૂપાલાના ક્ષત્રિયો પર કરેલા નિવેદનને લઈને ચૂંટણી પહેલા હોબાળો મચ્યો હતો. આ હોબાળો માંડ થાડે પડ્યો ત્યારે ચૂંટણી પછી ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડનો અગ્નિ લાંબા સમયથી રાજ્યમાં ફેલાઈ ગયો છે. અગ્રિકાંડના તણખામાં નેતા અને અધિકારીઓને પણ ઉડ્યા છે. રાજકોટમાં આજે કમિશ્ર્નર કચેરીમાં મીડિયા પ્રવેશ બંધ કરાતા પણ ઉહાપોહ જોવા મળ્યો. જેના બાદ હવે જીએસટી ઓફિસમાં પડાતા દરોડાને લઈને ભ્રષ્ટ અધિકારીઓને દૂર કરવા પોલીસ એકશન મોડમાં જોવા મળી રહી છે.