
રાજકોટ,
આજકાલ યુવાનોમાં હાર્ટ એટેકને કારણે મોત થવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. ત્યારે આવા જ કંઇક બનાવ રાજકોટમાં સામે આવ્યા છે. રાજકોટમાં એક સાથે બે રમતવીરોના હાર્ટ એટેકથી મૃત્યુ થયા છે. રાજકોટમાં ક્રિકેટ રમતી વખતે એક યુવકને હાર્ટ એટેક આવતા તેની જિંદગીની ઇનિંગ પૂરી થઇ ગઇ છે. રવિ વેગડા નામનો યુવક રેસકોર્સમાં મિત્રો સાથે ક્રિકેટ રમવા આવ્યો હતો, પરંતુ ક્રિકેટ રમતી વખતે તેને અચાનક હાર્ટએટેક આવતા તેનું મોત નિપજ્યું છે. આશાસ્પદ યુવકના મોતને કારણે પરિવારજનો અને મિત્રોમાં શોકનો માહોલ છવાયો છે.
તો બીજી તરફ રાજકોટમાં જ અન્ય એક રમતવીરનું પણ હાર્ટ એટેકેથી મોત થયુ છે. મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા ઓરિસ્સાનો એક યુવક ફુટ બોલ રમી રહ્યો હતો તે સમયે તેને હાર્ટ એેટેક આવ્યો હતો. જે પછી ૨૧ વર્ષના વિવેક કુમાર નામના વિદ્યાર્થીનું મોત નીપજ્યુ છે. આમ એક સાથે રાજકોટમાં સ્પોર્ટ્સ એકટીવિટી કરતા બે યુવકોના હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયા છે.
નાની ઉંમરે હાર્ટએટેક પાછળનું કારણ અસંતુલિત આહાર અને ખરાબ જીવનશૈલી માનવામાં આવે છે, પરંતુ કેટલીક એવી બાબતો છે, જેના કારણે નાની ઉંમરમાં હાર્ટ એટેક આવી શકે છે. તબીબી ભાષામાં, હાર્ટ એટેકને ‘મ્યોકાડયલ ઇન્ફાર્ક્શન’ કહેવામાં આવે છે, જેમાં માયો એટલે સ્નાયુ અને કાડયલ એટલે હૃદય. આ ચેપમાં અપૂરતા રક્ત પુરવઠા સાથે સંકળાયેલ છે. અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવા પાછળના કારણો શું હોઈ શકે છે, આવા કિસ્સાઓ વધુ કેમ વધી રહ્યા છે. આ સાથે, તે એ પણ જણાવશે કે તમે તેનાથી પોતાને કેવી રીતે બચાવી શકો છો.