રાજકોટમાં દીવાલ ધરાશાયી થતા ત્રણ વર્ષના બાળકનું મોત નિપજયું

રાજકોટ,શહેરમાં વધુ એક દુખદ અકસ્માત સર્જાયો છે. જેમાં લાપાસરી ગામમાં વંડાની દીવાલ ધરાશાયી થતા ત્યાં રમતા ત્રણ વર્ષના બાળકનું મોત નીપીજ્યુ છે. આ કરૂણ ઘટનાને કારણે આખા ગામમાં ચકચાર મચી જવા પામી છે. હાલ આ અંગે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજકોટના લાપાસરી ગામમાં વંડાની દીવાલ ધરાશાયી થઇ છે. આ દરમિયાન એક ત્રણ વર્ષનું બાળક દીવાલ પાસે રમી રહ્યું હતુ. આ દીવાલ ધરાશાયી થતાની સાથે માસૂમ કાટમાળમાં દટાયું હતુ. જે બાદ બાળકનું મોત નીપજ્યુ છે. આ બાળક ત્રણ બહેનની વચ્ચે એકનો એક ભાઇ હતો. આ કરૂણ ઘટનાને કારણે આખા પરિવાર સહિત ગામમાં શોકનો માહોલ છવાયો છે.

થોડા દિવસ પહેલા પણ રાજકોટમાં એક અકસ્માતમાં બાળકનું મોત નીપજ્યુ હતુ. કારખાનાની બહાર એકલા રમી રહેલા પુત્ર પર ટ્રકનું ટાયર ફરી વળતા માસુમનું મૃત્યુ નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો હતો. ત્રણ વર્ષીય વિવાન ગણાવા નામના આદિવાસી માસુમ બાળકનું રોડ અકસ્માત દરમિયાન ગોંડલ શહેર ખાતે સાંજના ચાર વાગ્યાના અરસામાં મૃત્યુ થયું હોવાનો બનાવ સામે આવ્યો હતો.

ત્યારે સમગ્ર મામલે મૃતકના ૨૦ વર્ષીય પિતા સુનિલ ગણાવા દ્વારા ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે ટ્રક ચાલક વિરુદ્ધ આઇપીસી ૩૦૪ એ, ૩૩૭, ૩૩૮, ૨૭૯ તેમજ મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો છે. જ્યારે પોલીસ દ્વારા હાલ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે તો સાથે જ સીસીટીવીની પણ મદદ મેળવવામાં આવી રહી છે.