રાજકોટમાં દારૂના જથ્થા સાથે ૫ લાખથી વધુનો મુદ્દામાલ કબજે

રાજકોટ જિલ્લાના હાલેન્ડા ઉમરેલી જનાવા રોડ પરથી વાહનમાં દારૂ લઈ જવાતો હોવાની માહિતી સ્ટેટ મોનિટરીંગ સેલના અધિકારીઓને મળી હતકી. જેને આધારે એસએમસીના અધિકારીઓે હાલેન્ડા ઉમરેલી જવાના રોડ પર જાળ બિછાવી હતી. જેમાં પોલીસે દારૂ ભરેલી પીકઅપ વાન આંતરી હતી. તપાસ કરતા અંદરતી રૂ.૪૮,૫૦૦ નો દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે વાહન, દારૂનો જથ્થો, રોકડ રકમ અને મોબાઈલ મળીને કુલ રૂ.૫,૫૩,૬૭૦ નો મુદ્દ્માલ કબજે કર્યો હતો.

આ કેસમાં પોલીસે ગીરીરાજ રવજી ચરમીયાની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો પૂરો પાડનારા સહિત ૧૧ જણાની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ આજી ડેમ પોલીસ કરી રહી છે.