રાજકોટ, રાજકોટમાં ફરી પાછો બોગસ તબીબનો વિવાદ જાગ્યો છે. બોગસ તબીબ શ્યામ રાજાણી સામે ફરિયાદ નોંધાઈ છે. શ્યામ રાજાણી સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. તેણે અપરીણિત હોવાનું જણાવીને યુવતી સાથે લગ્ન કર્યા હતા. યુવતી સાથે તેને શાદી ડોટ કોમના માધ્યમથી પરિચય થયો હતો.બોગસ ડોક્ટર શ્યામ રાજાણીએ પોતે પરીણિત હોવા છતાં મહિલા અને તેના કુટુંબીજનોથી વાત છુપાવી હતી. લગ્ન બાદ તેણે મહિલાની બંને દીકરીઓને અપનાવવાની ના પાડી હતી. આ ઉપરાંત લગ્ન પછી અવારનવાર ઝગડાઓ કરીને મરજી વિરુદ્ધ શરીરસંબંધ બાંધ્યાની પણ ફરિયાદ કરી હતી.
આમ બોગસ તબીબ શ્યામ સામે એક તો પહેલા લગ્ન થયા હોવા છતાં બીજા લગ્ન કરવાના લીધે હિંદુ લગ્ન ધારા મુજબ સજાને પાત્ર ગુનો બનતો હોવાથી તેની કલમ લાગી શકે છે. તેના લીધે તેના બીજા લગ્નને માન્યતા જ મળતી નથી. આમ બીજા લગ્નને માન્યતા મળી ન હોય તેણે પત્ની સાથે બાંધેલા શરીરસંબંધમાં પત્નીએ દુષ્કર્મનો આરોપ મૂક્યો તે બદલ તેને દંડ થઈ શકે છે.