રાજકોટ, રાજકોટમાં જીએસટી વિભાગે બોગસ બિલિંગના કેસમાં સપાટો બોલાવી મોટી કાર્યવાહી કરી છે.કાર્યવાહીમાં સોની બજારમાં આવેલી વી.પી.જવેલર્સને સીલ કરવામાં આવી છે.૧ હજાર ૪૭૬ કરોડથી વધુ બોગસ બિલિંગ કૌભાંડ મામલે સીલની કાર્યવાહી કરવામાં આવી છે.જો કે સીલ કરતા પહેલા માલીકને જાણકારી પણ આપવામાં આવી હતી જીએસટી વિભાગ ની કાર્યવાહીને લઇ સોના બજારના વેપારીઓમાં ફફડાટ જોવા મળે છે.બોગસ બિલિંગ દ્વારા કૌભાંડ કરનારા પર આ પ્રકારની કાર્યવાહી જ કરવામાં આવશે.
સેન્ટ્રલ જીએસટીની ટીમે પૂર્વ બાતમીના આધારે ગઈકાલ અને આજે સોના-ચાંદી હિરાનાં બુલીયન માર્કેટ સાથે સંકળાયેલા આસ્થા ટ્રેડીંગનાં સંકુલમાં તપાસ હાથ ધરતા રૂ.૧૪૬૭ કરોડનું બોગસ બીલીંગ કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું હતું. આ કૌભાંડનો આંકડો વધવાની ટીમે શંકા વ્યક્ત કરી છે.
નોંધનીય છે કે રાજકોટની સોની બજારમાં આવેલી આસ્થા ટ્રેડિંગ નામની પેઢીમાંથી ૧૪૬૭ કરોડનું બોગસ બિલિંગ કૌભાંડ ઝડપાયું હતું. આસ્થા ટ્રેડિંગ નામની પેઢીની તપાસમાં વી.પી. જ્વેલર્સનું નામ ખુલ્યું હતું. આસ્થા ટ્રેડિંગમાં જીએસટીની તપાસમાં બહાર આવ્યું હતું કે સોની બજારના કુલ ૪૮ વેપારીઓએ ખોટા બિલો થકી નાણાકીય વ્યવહાર કર્યા હતા. દિવાળી બાદ વધુ ૪૦ વેપારીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.ડીજીજીઆઇ દ્વારા વી.પી જવેલર્સને ત્યાં નોટિસ ફટકારવામાં આવી હતી. વી.પી જ્વેલર્સ ના અલગ અલગ દસ્તાવેજોની પણ અધિકારીઓ દ્વારા તપાસ કરવામા આવી હતી.