રાજકોટમાં ભાજપ નેતા હનીટ્રેપમાં ફસાયા.? પર્સનલ ફોટા સાથેની અશ્લીલ ચેટ લિક થઈ

રાજકોટ, ગુજરાત રાજ્યમાં હનીટ્રેપનો શિકાર બનતા વ્યક્તિના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. વોટ્સએપ કે ફેસબુક મેસેન્જરથી લલનાઓ દ્વારા વીડિયો કોલ કરીને શારીરિક અડપલા કરીને કોલ રેકોર્ડિંગ કરી સામેવાળા વ્યક્તિને બ્લેકમેલ કરી રૂપિયાની માંગણી કરવામાં આવે છે. ત્યારે હવે ભાજપ નેતા પણ હનીટ્રેપનો શિકાર બન્યા છે. રાજકોટ જિલ્લા ભાજપના નેતા બાબુ નસીતની અશ્લીલ ફેસબુક ચેટનો વીડિયો સોશિયલ મીડિયા પર ફરતો થતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ભાજપ નેતા બાબુ નસીતનો મહિલા સાથેની અશ્લીલ ચેટિંગ અને વીડિયો કોલમાં વાત કરતો વીડિયો વાયરલ થયા બાદ ખળભળાટ મચી ગયો છે. ભાજપ નેતા મહિલા સાથે ખૂબ જ અશ્લીલ વાતો કરી રહ્યા છે, જે અહીંયા લખી શકાય તેમ નથી. રાજકોટમાં આ મામલો ટોક ઓફ ધ ટાઉન બનતા તેમણે આ મામલે ખુલાસો કર્યો છે. તેઓએ જણાવ્યું કે, ચેટિંગનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને મારી પાસે રૂપિયાની માંગ કરવામાં આવી હતી.

અશ્લીલ ચેટ વીડિયો અંગે ભાજપ નેતા બાબુ નસીતે જણાવ્યું કે, ’મને ફેસબુક ફ્રેન્ડમાંથી મેસેજ આવ્યો હતો. જે બાદ મને ચેટ જાહેર કરી દઈશ તેવી ધમકી પણ આપવામાં આવી હતી. ફેસબુક ચેટ વાયરલ કરવાની ધમકી આપીને મારી પાસે રૂ.૨૫ હજારની માંગ કરવામાં આવી હતી. જેથી મેં આ મામલે સાયબર ક્રાઈમમાં લેખિતમાં અરજી કરી હતી.’

૨૭ માર્ચ ૨૦૨૧માં બાબુ નસીત દ્વારા રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસમાં કરવામાં આવેલી અરજીમાં લખવામાં આવ્યું છે કે, આજે સવારમાં મનીષા શર્માના એકાઉન્ટમાંથી વારંવાર વીડિયો કોલ આવવાથી મેં વીડિયો કોલ એક્સેપ્ટ કર્યા બાદ તેને મારા ફોટામાં એડિટિંગ કરી મને બ્લેકમેલ કરી ફોટા અપલોડ કરી પૈસાની માંગ કરેલ છે. જેના માટે મને બેંકના ખાતામાં પૈસા નાખવાની ધમકી આપે છે. મને મોબાઈલ નંબર-૯૭૮૩૧૬૧૯૪૩/૮૫૯૬૦૯૬૫૦માંથી ધમકી આપે છે. તો આ તમામ સામે કાર્યવાહી કરવા વિનંતી.