રાજકોટમાં ભ્રષ્ટ અધિકારીને ત્યાં એસઆઈટી દ્વારા તપાસ : રૂ. 5 કરોડની રોકડ, 1 કરોડથી વધુ કિંમતનું સોનું

રાજકોટમાં ભ્રષ્ટ અધિકારીને ત્યાં એસઆઈટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. SIT દ્વારા ઓફીસનું સીલ તોડી તપાસ કરતા કરોડ રૂપિયાની રોકડ રકમ તેમજ દાગીના મળી આવી હતી.રાજકોટમાં ભ્રષ્ટ અધિકારી મનસુખ સાગઠીયાની ઓફીસમાં SIT દ્વારા તપાસ હાથ ધરી હતી. 150 ફૂટ રિંગ રોડ પરની ઓફીસનું સીલ તોડી SIT એ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન એસઆઈટીને રૂપિય 5 કરોડની રોકડ મળી હતી. તેમજ એક કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું હતું. ત્યારે તપાસમાં હજુ પણ ખુલાસા થાય તેવી શક્યતાઓ છે.

રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ક્લાસ વન તરીકે ફરજ બજાવતા તત્કાલીન ટીપીઓ સામે રાજકોટ એસીબી કચેરીમાં ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ એસીબીની ટીમ દ્વારા તાત્કાલીક એસીબીની ટીમ દ્વારા રાજકોટનાં 150 ફૂટ રીંગ રોડ પર આવેલ સાગઠીયાની ઓફીસ ખાતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એસીબી દ્વારા ઓફીસનું સીલ ખોલી તેમાં તપાસ હાથ ધરતા ઓફીસમાંથી 5 કરોડ રૂપિયા રોકડા તેમજ કરોડોની કિંમતનાં સોના-ચાંદીના દાગીના મળી આવ્યા હતા. તેમજ એસીબીને 3 જેટલા બોક્સમાંથી સોનું, રૂપિયા તેમજ અનેક અગત્યનાં દસ્તાવેજો મળી આવ્યા હતા. ત્યારે તપાસમાં હજુ પણ અનેક ખુલાસા થવાની શક્યતા છે.