રાજકોટ, રાજકોટમાં ભાજપ નેતાના પુત્રએ ધોરણ ૫માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કર્યાનું સામે આવ્યું છે. આ તરફ વિદ્યાર્થીનીએ બૂમો પાડતાં આરોપી ઇસમે વિદ્યાર્થીનીને માર માર્યો હતો. જેને લઈ હવે વિદ્યાર્થીનીના પરિવારે પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે આરોપી ઈસમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં ભાજપ નેતાના પુત્રની વિકૃતીભરી કરતૂત સામે આવી છે. વિગતો મુજબ ભાજપના સાસ્કૃતિક સેલના સહકન્વીનર વિજય કારિયાના પુત્ર ભાવીન કારિયાએ ધોરણ-૫માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કર્યાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે. આરોપી ભાવીન કારિયાએ ધોરણ ૫માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કર્યા હતા.
વિગતો મુજબ ભાવીન કારિયાએ વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરતાં વિદ્યાર્થીનીએ બૂમો પાડતાં આ શખ્સ ઉશ્કેરાયો હતો. જે બાદમાં ભાવિન કારિયાએ વિદ્યાર્થીનીને માર માર્યો હતો. આ સમગ્ર મામલે વિદ્યાર્થીનીના પરિવારે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ કરી હતી. જેને લઈ ભક્તિનગર પોલીસે આરોપી ભાવીન કારિયાની ધરપકડ કરી છે.
વિગતો મુજબ રાજકોટમાં વિદ્યાર્થીની સાથે શારીરીક અડપલા કરનાર ઈસમ ભાવીન કારીયા ભાજપના સાસ્કૃતિક સેલના સહકન્વીનર વિજય કારિયાનો પુત્ર છે. આરોપી ભાવીન ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસે વિદ્યાર્થીનીના પરિવારની ફરિયાદને આધારે આરોપી ઈસમ ભાવિન કારિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.