
રાજકોટ,રાજકોટમાં બેફામ ખનીજ માફિયાઓ પર સકંજો ક્સાયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં પડધરી પાસે આજી-૩ ડેમમાંથી ખનીજચોરી ઝડપાઈ છે. સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડી ૭ હજાર ૨૦૦ ટન રેતી સીઝ કરી હતી. આ સાથે ૨ હિટાચી મશીન સહિત ૧ કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે લેવાયો છે. મહત્વપૂર્ણ છે કે સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીમાં ૩ લોકોની અટકાયત કરવામાં આવી છે, જ્યારે ૭ આરોપી ફરાર થઈ ગયા છે.
આ અગાઉ અમરેલીમા ગઇકાલે મોડી રાતે જિલ્લાનું સૌથી મોટું રેતી ચોરીનું રેકેડ પકડાતા ખળભળાટ મચી ગયો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી રાજુલા તાલુકામાં આવેલા ભાક્ષી ગામ નજીક રેતી ચોરી માટે અહીં પાણી ભરેલી નદીમાં ૪ જેટલી બોટ ઉતારવામાં આવી હતી. મોટું હીટાચી મશીન મુકવામા આવ્યુ હતુ, જો કે આ કૌભાંડમાં જિલ્લાના ૧ ઉચ્ચ અધિકારી અને દિગ્ગજ નેતા હોવાની ચર્ચા હતી. જેના કારણે કોઈ અધિકારી ચેકિંગ કરવાની હિંમત નહોતા કરતા તેવી માહિતી મળી હતી.