રાજકોટમાં ૬ વર્ષના બાળક સાથે ૧૫ વર્ષના સગીરનું સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય

રાજકોટ, રાજકોટમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટનાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં ધો.૧માં અભ્યાસ કરતાં છ વર્ષના બાળક સાથે પાડોશી ૧૫ વર્ષના સગીરે થાપો રમવાના બહાને આંખે પટ્ટી બાંધી તેની સાથે સૃષ્ટિ વિરૂધનું કૃત્ય આચરતાં આ મામલે તાલુકા પોલીસે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે. ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને મેડીકલ ચેકઅપમાં તેની સાથે સૃષ્ટિ વિરૂધનું કૃત્ય થયાનો તબીબોએ અભિપ્રાય આપ્યો છે. આ મામલે પોલીસે ભોગ બનનારની માતાના ફરિયાદના આધારે વધુ કાર્યવાહી આગળ ધપાવી છે.

રાજકોટની ભાગોળે કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં મુળ જસદણ પંથકના વતની એક પરિવારના છ વર્ષના પુત્ર કે જે ધો.૧માં સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતો હોય તેની સાથે પાડોશમાં રહેતા ૧૫ વર્ષના સગીરે સૃષ્ટિ વિરૂધનું કૃત્ય આચર્યુ હતું. આ મામલે ભોગ બનનારની માતાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ભોગ બનનાર છ વર્ષનો બાળક તેની મોટી બહેન સાથે ઘરે એકલો હતો. બાળકના પિતા કલર કામ કરતાં હોય અને ગઈકાલે તેની માતા પણ સાથે મદદ કરાવવા માટે ગઈ હોય ત્યારે ભાઈ બહેન ઘરે એકલા હતાં. પાડોશમાં રહેતો ૧૫ વર્ષનો સગીર કે જે કારખાનામા નોકરી કરતો હોય તે બપોરે જમવા આવ્યો હતો અને પાડોશમાં છ વર્ષનો બાળક અને તેની બહેન એકલા હોય આ ૧૫ વર્ષના સગીરે થાપો રમવાના બહાને ઘરમાં આવ્યા બાદ છ વર્ષના બાળક ઉપર દાવ લીધો હતો અને આંખે પાટો બાંધી થાપો રમતા રમતા તેની સાથે સૃષ્ટિ વિરૂધનું કૃત્ય આચર્યુ હતું.

બાળકે દેકારો મચાવતાં બહાર છુપાયેલી તેની બહેન ઘરમાં દોડી આવી હતી શું થયું તે પુછતાં નરાધમ ૧૫ વર્ષના આ સગીરે તેની બહેનને એવો જવાબ આપ્યો કે તારા ભાઈને દાવ નથી આપવો એટલે રોવે છે. જો ત્યાંથી ૧૫ વર્ષનો સગીર ચાલ્યો ગયો હતો. મોડી સાંજે જ્યારે માતા-પિતા કામેથી આવ્યા ત્યારે પણ બાળક રડતો હોય તે બાબતે પુછતાં તેણે સમગ્ર આપવિતી જણાવી હતી અને પાડોશી સગીરે તેની સાથે સૃષ્ટિ વિરૂધનું કૃત્ય કર્યાનું જણાવતાં તાત્કાલીક છ વર્ષના બાળકને સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ તેની સાથે સૃષ્ટિ વિરૂધનું કૃત્ય થયાનો અભિપ્રાય આપ્યો હતો અને આ બાબતે તાલુકા પોલીસને જાણ કરતાં પીઆઈ હરિપરા સહિતના સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો અને ભોગ બનનારની માતાની ફરિયાદને આધારે ૧૫ વર્ષના સગીરને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.