રાજકોટમાં બે સંતાનના પિતાએ ધો.૯ની છાત્રાને ઘરે બોલાવી દુષ્કર્મ ગુજાર્યું

  • મોબાઈલ આપવા ઘરે ગયેલી સગીરાને જોઈ વાસનાનો કીડો સળવળ્યો, ઘરમાં ખેંચી પગ ચૂંદડીથી બાંધી કુકર્મ કર્યું:

રાજકોટ,રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી સગીર બાળાઓના અપહરણના ગુન્હાઓ અને શારીરિક અડપલા અને દુષ્કર્મના બનાવો વધી રહ્યા છે. ત્યારે રોજબરોજ સગીરા પર છેડતી ના બનાવો પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે ત્યારે વધુ એક બનાવ મહિલા પોલીસ મથકમાં નોંધાયો છે. રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતી ધોરણ.૯ માં અભ્યાસ કરતી ૧૬ વર્ષની સગીરા પર તેના પિતાના મિત્રએ ઘરે બોલાવી પગે ચૂંદડી બાંધી સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

આ બનાવમાં પેટમાં દુખાવો ઉપડતા તેણીએ માતાને હકીક્ત કહી મહિલા પોલીસ મથકમાં દુષ્કર્મ અને પોક્સોની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી અને સગીરાનું મેડિકલ ચેકઅપ કરાયું હતું.તેમજ મહિલા પોલીસે આરોપીને પકડી કાયદાનું ભાન કરાવ્યું હતું. વધુ વિગતો મુજબ રાજકોટમાં રહેતી ૧૬ વર્ષના સગીરાની ફરિયાદ પરથી ગાંધીગ્રામમાં ભારતીનગર-૨માં રહેતા રફીકભાઈ આરબ નામના શખ્સ સામે મહિલા પોલીસ મથકમાં કલમ ૩૭૬,પોક્સો એકટ હેઠળ કાર્યવાહી કરી પીઆઇ બી.એમ.ઝણકાંટ અને સ્ટાફે આરોપી રફીકને પકડી તેની પૂછપરછ શરૂ કરી છે.પોલીસના જણાવ્યા મુજબ,રફીક રીક્ષા ચલાવે છે અને પોતે ફાયનાન્સનું કામ પણ કરે છે.

સગીરાએ પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે ધોરણ.૯માં અભ્યાસ કરે છે તેમજ પિતા મજૂરી કામ કરે છે. આરોપી રફીક પિતાનો મિત્ર થતો હોય તે અવાર નવાર ઘરે આવતો જેથી તેમને ઓળખતી હતી.સગીરાને રફીકે એક્ટિવા ચલાવવા આપ્યું હતું.ત્યારબાદ ગઇકાલે રફીકે સગીરાના ઘરે ફોન કરી કહ્યું કે તમે એક્ટિવા ચલાવવું હોય તો રાખો તેની ડેકીમાં મારો મોબાઈલ પડ્યો છે. તે ઘરે આપી જાવ જેથી ગઈકાલે બપોરના સમયે સગીરા એક્ટિવા લઈ રફીકના ઘરે ભારતીનગરમાં પહોંચી હતી.ત્યાં ડેકીમાંથી મોબાઈલ કાઢવા હાથ લંબાવ્યો ત્યાં જ રફીકે વાતોમાં ભોળવી આજુ બાજુમાં રસ્તા પર કોઈની અવર જવર નથી તે જોયા બાદ રફીકને વાસનાનો કીડો સળવળ્યો હતો અને સગીરાનો હાથ ખેંચી ઘરના રુમમાં લઇ ગયો હતો.

સગીરા કાંઈ સમજે તે પહેલાં જ ચૂંદડીથી સગીરાના પગ બાંધી દીધા હતા.ત્યારબાદ સગીરાના કપડાં ઉતારી રફીકે દુષ્કર્મ ગુજાર્યું હતું.ત્યારબાદ રફીકના ઘરેથી સગીરા ઘરે આવી હતી.બાદમાં રાત્રીના તેમને પેટમાં દુખાવો ઉપડતા તેમણે તેમની માતાને બનાવની હકીક્ત જણાવી હતી બાદમાં પિતાને વાત કર્યા બાદ તેઓ મહિલા પોલીસ મથકે પહોંચ્યા હતા.ત્યાં પીઆઇ બી.એમ.ઝણકાંટ અને સ્ટાફે ગણતરીની કલાકોમાં જ રફીકને પકડી લીધો હતો.બાદમાં સગીરાનું મેડિકલ કરાવ્યા બાદ તેણીનું નિવેદન લઈ પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી.

પોલીસમાંથી જાણવા મળ્યું હતું કે,સગીરા આરોપી રફીકને અંકલ કહીને બોલાવતી હતી.ગઈકાલે રફીકની પત્ની તેમના પિયર ગઈ હતી અને તેમને બે સંતાન હોવાનું માલુમ પડ્યું છે.વિધર્મી શખ્સે સગીરા પર દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી ગઇ છે.