
- રાજકોટના યાજ્ઞિક રોડ પરનો વિડીયો વાયરલ
- બે યુવતીઓ વચ્ચે થઈ છુટ્ટાહાથના મારામારી
- વાહન ક્રોસ કરવા બાબતે બોલાચાલી બાદ થઇ મારામારી
- પોલીસે બંન્ને યુવતીઓને સમજાવટથી મામલો થાળે પાડ્યો
રાજકોટ શહેરનાં યાજ્ઞિક રોડ પર બે યુવતિઓ વચ્ચે છુટ્ટા હાથની મારામારીનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યારે હાલ જાણવા મળતી માહિતી મુજબ બંને યુવતિઓ વચ્ચે વાહન ક્રોસ કરવા બાબતે બોલાચાલી બાદ મારામારી થઈ હતી. એક યુવતિ દ્વારા તો અપશબ્દો પણ બોલતી હતી. રોડ પર અવર જવર કરતા લોકોને પણ આ મારામારી જોવાની જાણે મજા આવતી હોય તેમ લોકો રોડ પર પોતાનું વાહન થોભાવી ઉભા થઈ ગયા હતા.