રાજકોટનમાં ૧૩ વર્ષની રેપ પીડિતાએ બાળકીને જન્મ આપ્યો

રાજકોટ, રાજકોટના જસદણ તાલુકાના એક ગામમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં ૧૩ વર્ષની કિશોરી રેપ પીડિતાએ બાળકને જન્મ આપ્યો હતો. જ્યાં કિશોરીએ બાળકને જન્મ આપ્યો તે ખાનગી ક્લિનિકના ડોક્ટરે નવજાતને બચાવી દીધું. જણાવવામાં આવી રહ્યું છે કે કિશોરી સાથે સંબંધ ધરાવતા ભાઈ અને કાકાએ તેની સાથે રેપ કર્યો હતો.

ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ સક્રિય થઈ ગઈ હતી અને પોક્સો, માનવ તસ્કરી સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંયો હતો. પોલીસે આરોપી કાકા અને ડોક્ટરની ધરપકડ કરી લીધી છે, પરંતુ ભાઈ ફરાર છે અને પોલીસ તેને પકડવા પ્રયાસ કરી રહી છે.

પીડિતાની માતાએ પોતાની ફરિયાદમાં પોલીસને જણાવ્યું કે લગભગ ૯ મહિના પહેલા તેની ૧૩ વર્ષની સગીર દીકરી પર તેના કાકા અને ૨૦ વર્ષના ભાઈએ બળાત્કાર ગુજાર્યો હતો, જેઓ તેને એકલી જોઈને તેની સાથે સંબંધ બાંયા હતા. જે બાદ તે પ્રેગ્નેટ થઈ ગઈ હતી. બળાત્કાર બાદ આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેના કારણે તે ડરી ગઈ અને ૯ મહિના પછી તેની પુત્રીના સંતાનનો જન્મ થયો. તેઓને બાળક જોઈતું નહોતું, ત્યારપછી ડોક્ટરે નિ:સંતાન દંપતીને બાળક વેચી દીધું.

આ અંગે ડીવાયએસપી કિશોરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ચાર આરોપીઓ સામે બળાત્કાર સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ત્રણની ધરપકડ કરવામાં આવી છે, એક ફરાર છે, તેની પણ ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. ઘટના બાદ પીડિતા અને તેના પરિવારજનો ભયમાં છે, પોલીસ દ્વારા તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવી રહ્યું છે.