રાજકોટ,\ રાજકોટમાં ૧૦૦ રૂપિયાના વ્યાજને કારણે યુવકની હત્યા કરનારા ત્રણેય આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું. કમલેશગિરી ગોસ્વામી અને તેના બંન્ને પુત્રોનું સરઘસ કઢાયું.પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રકશન અને સ્થળ પંચનામું કર્યું હતું. મહત્વનું છે કે ત્રણ દિવસ પહેલા વ્યાજના માત્ર ૧૦૦ રૂપિયા માટે આરોપી કમલેશગિરી ગોસ્વામી અને તેના બે પુત્રોએ મળી ૨૩ વર્ષના એક યુવકની હત્યા કરી હતી.
યુવકને તેની માતા અને ભાઈ સહિતના પરિવારજનોની નજર સામે છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.આ ઘટનાને બાદ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી થાય તેવી માગ ઉઠી હતી. મૃતકે ૨૦ હજાર રૂપિયા વ્યાજે લીધા હતા.અને તેનું દરરોજનું ૨૦૦ રૂપિયા વ્યાજ ચૂકવતો હતો.