રાજકોટમાં જીએસટી વિભાગના દરોડા, બે દિવસની તપાસમાં લાખોની કરચોરી ઝડપાઇ

રાજકોટમાં એસ્ટેટ બ્રોકર, નાસ્તાગૃહનાં સંચાલક તેમજ હાર્ડવેરનાં ધંધાર્થીઓને ત્યાં જીએસટીની ટીમ દ્વારા અચાનક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. બે દિવસથી ચાલી રહેલી તપાસમાં લાખો રૂપિયાની કરચોરી બહાર આવવા પામી છે. તેમજ ટીમને મોટા પ્રમાણમાં દસ્તાવેજી સાહિત્ય મળી આવ્યું છે. જે તમામ સાહિત્ય કબ્જે લેવામાં આવ્યું છે. ત્યારે તપાસ પૂર્ણ થયા બાદ મોટી કરચોરી બહાર આવવાની શક્યતા હોવાનું તપાસ અધિકારીએ જણાવ્યું હતું.

તપાસ અધિકારીનાં જણાવ્યા અનુસાર રાજકોટમાં એસ્ટેટ બ્રોકર, ધંધાર્થી, નાસ્તગૃહનાં સંચાલકો દ્વારા જે ટેક્સ ભરવાનો થાય તે ટેક્સ તેઓ દ્વારા ભરવામાં આવ્યો નથી. જે બાબત યાને આવતા જીએસટી વિભાગ દ્વારા આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે એસ્ટેટ બ્રોકર, નાસ્તા ગૃહ ઉદ્યોગમાંથી લાખોની કરચોરી ઝડપાઈ છે.

શ્રી હરિ નાસ્તા ગૃહ, મોદી એસ્ટેટ, બાલાજી હાર્ડવેરમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ૨ દિવસથી ચાલી રહેલી તપાસનાં જીએસટી અધિકારી દ્વારા દસ્તાવેજો સહિતનું સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું છે.