
રાજકોટમાં LCB ક્રાઈમ બ્રાન્ચનો નકલી અધિકારી અસલી પોલીસના સકંજામાં આવી ગયો છે.જેણે નોકરી વાંછુક યુવતીને ઉદયપુર LCB ક્રાઈમ બ્રાન્ચમાં હોવાની ઓળખ આપી અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું.મહત્વનું છે કે, તાજેતરમાં જ ખાર રાખી યુવતી જે કંપનીમાં નોકરી કરતી હતી તે ઓફિસમાં જવલનશીલ પદાર્થ છાંટીને આગ લગાડી હતી.
જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.જે નકલી હોવાનો ભાંડો ફૂટતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે યુનિવર્સિટી પોલીસે આરોપીને ઝડપી લઈ જેલહવાલે કર્યો હતો.જે બાદ હવે પ્રદ્યુમન નગર પોલીસે ગંજીવાડામાં રહેતાં દેવરાજ ગોહેલ વિરૂધ્ધ દૂષ્કર્મનો ગુનો નોંધ્યો છે.
ફરિયાદીના જણાવ્યા મુજબ આધાર કાર્ડ કેન્દ્રમાં યુવતીની મુલાકાત આરોપી સાથે થઈ હતી.તે દરમિયાન આરોપીએ ઉદયપુર એલસીબી કાઈમ બ્રાંચમાં નોકરી કરતો હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ દેવરાજે તેણીને મારી અન્ડરમાં રાઈટર તરીકેનું જોબવર્ક કરવાની લાલચ આપી હતી.જે માટે આરોપીએ તેને આર વર્લ્ડ સિનેમાની બાજુમાં આવેલા કપલ બોક્ષમાં બોલાવી અને ઈચ્છા વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યું હતું.
જેના થોડા દિવસ બાદ તેને ઉદયપુર લઈ ગયો હતો.અને ત્યાંની કોર્ટમાં તેની પાસે એક ફોર્મ ભરાવ્યું હતું. ત્યારબાદ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.એટલું જ નહીં જો આ વાત કોઈને કરશે તો મારી નાખવાની અને જેલમાં પુરાવી દેવાની પણ ધમકી આપી હતી.
તો ફૂલછાબ ચોક નજીક આવેલા સ્ટાર પ્લાઝાના બિલ્ડીંગમાં પણ કામનાં બહાને બોલાવી દુષ્કર્મ ગુજાર્યું હતું.આખરે આરોપી ખોટું બોલતો હોવાનું જણાતાં ફરિયાદ નોંધાવી હતી.જેની તપાસમાં આરોપી પહેલેથી જ પોલીસ કસ્ટડીમાં હોવાનું સામે આવ્યું.ત્યારે હવે પોલીસ દુષકર્મના ગુનામાં કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરશે.