રાજકોટ જિલ્લાના માણેકવાડા ગામમાં જુગાર કલબ પર દરોડા, કુલ ૯૪ લાખનો મુદ્દામાલ કબજે,૧૮ ની ધરપકડ

રાજકોટ, રાજકોટ જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલના ઘણા સમય પછી બાતમી આધારિત જુગાર કલબ પર દરોડા પડ્યા છે. રાજકોટ જિલ્લામાં આવેલ કોટડા સાંગાણી તાલુકાના માણેકવાડા ગામમાં મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા નામના વ્યક્તિના ફાર્મ હાઉસ પર દરોડા પડ્યા હતા જ્યાં ૧૮ જેટલા લોકો ગંજીપાના જુગાર રમી રહ્યા હતા અને તમામની ધરપકડ કરી સ્થાનિક પોલીસ હવાલે કર્યા હતા, જ્યારે બે ડ્રાઈવર ફરાર થયા હતા.

આ દરોડામાં ૧૨ પેકેટ ગંજીપાના, ૧૫ લાખ રોકડા, ૨૩ મોબાઈલ જેની સયુંક્ત રીતે કિંમત છે રૂ.૨,૩૧,૫૦૦ અને નિસાન ટેરોન અને મારુતિ એસક્રોસ સહિત છ વાહનો જેની કીમત છે રૂ.૭૭ લાખ સહિત કુલ મુદ્દામાલ રૂ.૯૪.૩૩ લાખ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા કબજે કર્યો છે. ગુજરાત પોલીસના વડા વિકાસ સહાય, સ્ટેટ મોનીટરીંગ સેલના એસપી નિલપ્ત રાય,ડીવાયએસપી કે.ટી. કામરીયાના માર્ગદર્શન હેઠળ રાજકોટ જીસ્ઝ્ર પી.આઇ. આર.જી.ખાંટ તથા તેમની ટીમે દરોડા પાડયા હતા.

ઝડપાયેલ આરોપી : (૧) મહેન્દ્રસિંહ ભીખુભા જાડેજા, રહે- માણેકવાડા, તા- કોટડા સંઘાણી, જિલ્લા-રાજકોટ (મુખ્ય આરોપ) (૨) અવધેશ પ્રવિણભાઈ સુચક, રહે- નિકાવા તા- કાલાવડ, જિલ્લા – જામનગર (૩) હરેશભાઈ મંગાભાઈ સોલંકી રહે- ખાડ ધોરાજી તા-કાલાવડ જિલ્લા-જામનગર (૪) શુભમ મુકેશભાઈ ગોસ્વામી રહે- કોઝી કોર્ટયાર્ડ, રાજકોટ શહેર. (૫) રોનકભાઈ સુખરામભાઈ નિમાવત રહે-આકાશદીપ સોસી રાજકોટ શહેર. (૬) ભાવેશ સુરેશભાઈ ઝીંઝુવાડીયા નિવાસ- વિશ્ર્વસર હાઉસિંગ સોસી, રાજકોટ શહેર (૭) સનદાભાઈ કાનાભાઈ રાદડીયા રહે મેવાસા તા- જેતપુર જિલ્લા – રાજકોટ (૮) સોહિલભાઈ ઈશાકભાઈ ડેલા રહે- દહિયા તા- ગોંડલ જિલ્લા – રાજકોટ (૯) હસમુખભાઈ જમાનાદાસ ટીલાવત રહે- ઉમરડી તા- જેતપુર જિલ્લા-રાજકોટ (૧૦) નીતિન બળદેવભાઈ પરમાર, રહે- આંબેડકરનગર રાજકોટ શહેર (૧૧) કૃપાલસિંહ અભયસિંહ જાડેજા રેસ-બાપુનગર સોસાયટી તા-જામકંડોરણા જિલ્લા -રાજકોટ (૧૨) જયંતિભાઈ રામાજીભાઈ ડોબરીયા રહે- જીરાપા પ્લોટ ઉપલેટા જિલ્લા – રાજકોટ (૧૩) મુકેશભાઈ કરશનભાઈ ચુડાસમા રહે – હોલીડે રોડ ચોરવાડ તા- માળીયા હાટીના જિલ્લા -જૂનાગઢ (૧૪) પોલાભાઈ અરજણભાઈ ચાવડા રહે -૮૦ ફૂટ રોડ તા.વેરાવળ જિલ્લા ગીર સોમનાથ (૧૫) જયપાલસિંહ દાસુભા જાડેજા રહે-વૃંદાવન સોસાયટી ૧૫૦ ફૂટ રિંગ રોડ રાજકોટ શહેર. (૧૬) રસીકભાઈ પોપટભાઈ રૂપારેલીયા રહે- સાંથલી તા જસદણ જિલ્લા – રાજકોટ (૧૭) દિનેશભાઈ કાનાજીભાઈ પટેલ રેસ-કૃષ્ણપાર્ક સોસાયટી રાજકોટ શહેર (૧૮) કુલદીપસિંહ જલુભા જાડેજા રહે- બાપુનગર શેરી-૨ તા- જામકંડોરણા જિલ્લા -રાજકોટ આ ઉપરાંત મુખ્ય આરોપી મહેન્દ્રસિંહ જાડેજા પાસેથી બે અંગ્રેજી દારૂની બોટલ, અને બે બિયરના ટીન મળી આવ્યા જેની કીમત છે રૂ.૯૨૦૦