રાજકોટ જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન વીડીઓમાંથી રૂ. ૩૫૬.૮૪ લાખના ખર્ચે કુલ ૩૫.૮૨ લાખ કિલોગ્રામ ઘાસ એકત્ર કરવામાં આવ્યું છે, જેના થકી ૬૦,૨૫૯ માનવદિન પણ ઉત્પન્ન કરવામાં આવ્યું છે. જેના માટે મજૂરોને આશરે રૂ. ૨૧૪ લાખની ચુકવણી કરવામાં આવી છે, તેમ વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું.
વિધાનસભા ગૃહ ખાતે સભ્ય શ્રીમતી ગીતાબા જાડેજા દ્વારા પૂછાયેલા પ્રશ્ર્નના પ્રત્યુત્તરમાં રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં ૧૯ અનામત વીડી આવેલી છે, જેનો કુલ વિસ્તાર ૬૮૨૯.૬૩ હેક્ટર છે. આ ઉપરાંત જિલ્લામાં ૧૨૩ બિન અનામત વીડી આવેલી છે, જેનો કુલ વિસ્તાર ૫૦૫૬.૦૭ હેક્ટર છે. આમ, રાજકોટ જિલ્લામાં અનામત અને બિનઅનામત મળી કુલ ૧૪૨ વીડી છે, જેનો કુલ વિસ્તાર ૧૧,૮૮૫.૭૦ હેકટર છે.