રાજકોટ જિલ્લામાં ઔદ્યોગિક વસાહત સ્થાપવા માટે રાજ્ય સરકારે રાજ્યના નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં વિવિધ સ્થળો ખાતે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોરિડોર સ્થાપવા માટે જમીન ફાળવવામાં આવે છે, તેમ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે વિધાનસભા ગૃહ ખાતે જણાવ્યું હતું.
વિધાનસભા ખાતે સભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્ર્નના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં જી.આઇ.ડી.સી માટે જમીન ફાળવવા ગત બે વર્ષ દરમિયાન ૭ દરખાસ્તો મળી હતી. જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ જિલ્લામાં આશરે ૨.૫૬ લાખ ચોરસ મીટરથી વધુ જમીન ઔદ્યોગિક વસાહત સ્થાપવા માટે ફાળવવામાં આવી છે.