રાજકોટ જિલ્લામાં ૪૪ કલાકમાં ૪૮ લોકો ને લુ લાગવાથી હોસ્પિટલે ખસેડાયા

રાજકોટ, રાજકોટ જિલ્લામાં છેલ્લા અડતાલીસ કલાકમાં જ ગરમીના લીધે કેસોમાં વધારો જોવા મળ્યો છે. છેલ્લાં અડતાલીસ કલાકમાં જ રાજકોટ જિલ્લામાં હીટવેવને લઈને ૪૪ કિસ્સાઓ સામે આવ્યાં છે. જેની ૧૦૮ સેવા દ્વારા સારવાર કરવામાં આવી છે અને નજીકના હોસ્પિટલમાં ખસેડવા આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું છે. જે અંગે રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લાની તમામ ૧૦૮ એમ્બ્યુલન્સને સજ્જ રાખવામાં આવી છે. આ ઉપરાંત ૧૦૮ એમ્બ્યુલન્સમાં દવાઓ, સંસાધનો, ઈન્જેકશન, ઓઆરએસ, ગ્લુકોઝ, સહિત ઓક્સિજનના પુરતા જથ્થાની વ્યવસ્થા કરવામાં આવી છે.

લોકોએ સખત ગરમીમાં બને ત્યાં સુધી તડકામાં બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ગરમીમાં બહાર નીકળો તો સુતરાઉ, લાંબા, આખી બાંયના કપડાં પહેરવાં જોઈએ. પ્રવાહી પૂરતાં પ્રમાણમાં પીવુ જોઈએ. જેમાં સાદુ પાણી, લીંબુ પાણી, છાશ વગેરેનો ઉપયોગ કરવાથી શરીરમાં પાણીનું પ્રમાણ ટકી રહે છે. રાજકોટ શહેરમાં પણ છેલ્લા થોડા દિવસ થયા ગરમીનો પારો ૩૭ ડીગ્રીને પાર જાય છે. શહેરના અનેક એવા વિસ્તારો પણ છે કે, જ્યાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર નોંધાયો છે. સામાન્ય રીતે બપોરના ધોમ ધખતા તાપમા લોકો બહાર નીકળવાનું ટાળતા હોય છે. તેના કારણે જ સતત ટ્રાફિકથી ધમધમાતા રાજકોટ શહેરના રાજમાર્ગો બપોરના સમયે સૂમસામ બની જતા હોય છે.