રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી 51કિલો ગાંજા ૨ શખ્સ સાથે ઝડપ્યા

રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાંથી રાજકોટ એસઓજીએ ૫૧ કિલોથી વધુનો ગાંજો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાંથી રાજકોટ એસઓજીએ બાતમીના આધારે ૨ શખ્સને ગાંજા સાથે ઝડપ્યા હતા. જેમાં પોલીસે ૫૧.૮૬૦ કિલોનાં મુદ્દામાલ સાથે ૨ને ઝડપી પાડ્યા હતા. તેમજ ૫ લાખથી વધુના મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જેમાં રફીક જુણેજા અને અસ્લમ સૈયદ નામના શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે ૫ લાખ ૨૯ હજાર ૭૦૦નાં મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

સુરતના સાયણમાંથી ગાંજો ઝડપાયો છે. એવરવિલામાં આવેલ દુકાનમાંથી સુરત એસઓજીને રેડ પાડતા ગાંજો મળી આવ્યો છે. એસઓજીએ ૮૯ કિલોના ગાંજા સાથે બે શખ્સોની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરત ર્જીંય્એ બાતમીના આધારે ઘટનાસ્થળે અજાણ્યા શખ્સોને રંગે હાથે ઝડપવા વોચ રાખી હતી. અંતે એસઓજી સફળ રહી હતી. રૂપિયા ૮.૯૦ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. તેમજ ર્જીંય્એ ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે.

ગુજરાતમાં અનેક વખત ડ્રગ્સ પકડાના કિસ્સાઓ અખબારમાં આવ્યા છે. છતાં પણ છેલ્લા બે વર્ષમાં કુલ ૧૧૨૦.૪૫ કિલો જેટલું ડ્રગ અને કફ સીરપની ૬,૯૧૬ બોટલો જપ્ત કરાઈ. જેની કુલ કિમંત અંદાજે ૩,૭૯૧.૧૯ કરોડ માનવામાં આવે છે. ડ્રગ્સના જથ્થા સાથે ૧૩૮ જેટલા આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી. આ વર્ષમાં એપ્રિલ સુધીમાં જ ૬૦.૭૪ કરોડની કિંમતનું ૨૨૫.૮૪ કિલો ડ્રગ્સ પકડાયું હતુ