રાજકોટ, રાજકોટ હનીટ્રેપમાં ફસાયેલા યુવકે આપઘાત કર્યો. આ યુવકે આપઘાત કરતી વખતી વીડિયો બનાવી સ્ટેટસમાં મૂક્યો અને નદીમાં ઝંપલાવ્યું. યુવકનું નામ અજય ચૌહાણ હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ કેસની તપાસ હાથ ધરી છે.
શહેરમાં અજય ચૌહાણ નામના યુવકે હની ટ્રેપમાં ફસાયો હોવાનું માલૂમ પડતા જીવન ટૂંકાવ્યું. યુવકે મરતી વખતે વીડિયો બનાવી સ્ટેટ્સમાં મૂકી નદીમાં ઝંપલાવ્યું. પ્રાથમિક તપાસમાં યુવકની આત્મહત્યા માટે જીઆરડી યુવાન-યુવતી જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આત્મહત્યા કરતા પહેલા યુવાને વિડીયોમાં કેટલાક લોકો વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. નદીમાં ઝંપલાવનાર યુવકની આત્મહત્યા મામલે મેટોડા પોલીસે તપાસ હાથ ધરી છે.
અગાઉ પણ રાજકોટમાં એક યુવક હની ટ્રેપમાં ફસાયો હતો. એક યુવતીએ યુવકની સરળતાનો લાભ ઉઠાવ્યો હતો. તેની સાથે મિત્રતા કેળવી ફરવા ગયો અને તે સમયનો વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરવા લાગી. યુવતીએ યુવકને બ્લેકમેલ કરતા ૧.૫૦ લાખ રૂપિયાની માંગણી કરી. પૈસા ના આપતા પરિવારને જણાવવાની અને હોબાળો મચાવવાની ધમકી આપી. આ મામલે યુવકે બે મહિલા અને એક યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.