રાજકોટ,
રાજકોટ સિવિલમાંથી નશમાં તબીબ ઝડપાતા તંત્ર દોડતું થયું છે. અહેવાલ પ્રમાણે રાજકોટ સિવિલમાં ફરજ પર હાજર તબીબ ચિક્કાર નશાની હાલતમાં પોલીસે ઝડપ્યો હતો. એસીપી ક્રાઇમ અધિકારીએ સિવિલ હોસ્પિટલમાં રેડ પાડતા ડોક્ટર નશાની હાલતમાં મળી આવ્યો હતો. તેમજ ડોકટર પાસેથી કેફી પ્રવાહી પણ મળી આવ્યું હતું. પોલીસે ડોક્ટરની પૂછપરછ શરૂ કરી હતી. જેમાં દિવ ફરવા ગયા ત્યાંથી દારૂ લઇ આવ્યા હોવાનું જણાવ્યું હતું.
તો અવારનવાર ડોક્ટર દારૂ પીતા હોવાનું પણ સામે આવ્યું હતું. તો ક્રાઇમ પોલીસ સિવિલ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી ડોક્ટર સાથે અન્ય કોઇ દારૂની મહેફિલ માણતા શખ્સ અંગે તપાસ શરૂ કરી છે. જો કે નશાની હાલતમાં ડોક્ટર સામે પ્રોહીબિશનની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.