રાજકોટ,
રાજકોટ: શહેર પોલીસ કમિશનરેટ એરિયામાં આવતા માલિયાસણ ગામ પાસે ડમ્પર અને ઇકો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટનામાં બે નિવૃત્ત આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સહિત ત્રણ વ્યક્તિઓના મોત નીપજીયા હોવાનું પણ સામે આવ્યું છે. તેમજ સમગ્ર બનાવમાં છ વ્યક્તિઓને ઈજા પણ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરના કુવાડવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા માલિયસણ પાસે ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અક્સમાતમાં રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા પરાશર પાર્કમાં રહેતા નિવૃત્ત એએસઆઈ પૃથ્વીરાજસિંહ બહાદુર સિંહ જાડેજા તેમજ રેલ નગર પાસે રહેતા જયેન્દ્રસિંહ ઉમેદ સિંહ ઝાલા અને ઇન્દ્રજીતસિંહ પ્રવિણસિંહ જાડેજાની ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.સમગ્ર મામલામાં પ્રકાશબા જાડેજા, કૈલાશબા જાડેજા, પ્રિયાંશીબા જાડેજા, મહેશ્ર્વરી બા જાડેજા, સુમનબા ઝાલા, માયાબા જાડેજાને ઈજા પણ પહોંચી હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે તમામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, તમામ વ્યક્તિઓ ડાકોરના ઠાકોરના દર્શન કરી ઘરે પરત ફરી રહ્યા હોય ત્યારે શહેરના સીમાડે કાળ ભેટ્યો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર મામલે સ્થાનિક કુવાડવા પોલીસને જાણ થતા કુવાડવા પોલીસના પીઆઇ ચૌધરી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. તેમજ જરૂરી પંચનામાની કરી વાહીને પૂર્ણ કર્યા બાદ મૃતકો ની લાશને પીએમ અર્થે પોસ્ટ મોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. તેમજ પીએમ ની કાર્યવાહી પૂર્ણ થયા બાદ તમામ મૃતકોની લાશને તેમના પરિવારજનોને સોંપવામાં આવી છે. ત્યારે હાલ પરિવારમાં ત્રણ જેટલા વ્યક્તિઓ ના મૃત્યુ નીપજતા ઝાલા પરિવાર અને જાડેજા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.