રાજકોટ અને અમદાવાદમાં સોના ચાંદીના ભાવમાં સતત વધારો

અમદાવાદ, એક તરફ જેમ જેમ લોક્સભાની ચૂંટણી નજીક આવતા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે તે જ રીતે દિવસે ને દિવસે સોના-ચાંદીના ભાવમાં પણ ધરખમ વધારો નોંધાઈ રહ્યો છે. સોનાના ભાવે વર્ષ ૨૦૨૪ ના શરૂઆતથી જ ભુક્કા બોલાવી દીધા છે. હાલ સોનાના ભાવ ૭૧ હજારને પાર પહોંચી ગયો છે. ત્યારે અહીં જાણીએ કે, રાજકોટ અને અમદાવાદમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યાં છે.

રાજકોટમાં ચાલી રહેલા સોનાના ભાવ વિશે વાત કરવામાં આવે તો આજે સોનાનો ભાવ ૭૧ હજારને ૧૫૦ રૂપિયા નોંધાયો છે. જ્યારે ચાંદીના ભાવમાં ૩૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ચાંદીનો ભાવ ૮૨ હજાર ૧૧૦ રૂપિયા નોંધાયો છે.

અમદાવાદમાં ચાલી રહેલા ભાવ વિશે વાત કરવામાં આવે તો અમદાવાદમાં પણ સોનાનો ભાવ ૭૧ હજાર ૬૨૦ રૂપિયા નોંધાયો છે.જ્યારે ચાંદીનો ભાવ ૮૪ હજાર ૫૦૦ રૂપિયા નોંધાયો હતો.આમ રાજકોટ અને અમદાવાદમાં સોનાના ભાવ ૭૧ હજારને પાર પહોંચી ગયો છે. ૨૪ કેરેટ સોનાના આભૂષણોમાં ૯૯૯ લખ્યું હોય છે.જ્યારે ૨૩ કેરેટ સોના પર ૯૫૮, ૨૨ કેરેટ પર ૯૧૬, ૨૧ કેરેટ પર ૮૭૫ અને ૧૮ કેરેટ શુદ્ધ સોના પર ૭૫૦ લખ્યું હોય છે.૨૪ કેરેટ સોનું લગભગ ૯૯.૯% શુદ્ધ હોય છે જ્યારે ૨૨ કેરેટ સોનું ૯૧ ટકા શુદ્ધ હોય છે. ૨૨ કેરેટ સોનામાં અન્ય ધાતું જેવી કે તાંબુ, ચાંદી અને જિંક ભેળવીને આભૂષણો તૈયાર કરવામાં આવે છે. સામાન્ય રીતે ૨૪ કેરેટ શુદ્ધ સોનાના આભૂષણો નથી બનતા. આ તમામ આભૂષણો પર કેરેટ પ્રમાણે હોલમાકગ થાય છે.