અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર રાધીકા હોટલના પાર્કીંગમાંથી બંધ બોડીના ટ્રકમાંથી મેડીકલ દવાઓની આડમાં લઇ જવાતો કી.રૂ.19,18,400 દારૂનો જથ્થો, કી.રૂ.84,39,331 દવાઓ તેમજ ટ્રક મળી કુલ રૂ.1,18,57,731 મુદ્દામાલ લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સુરેન્દ્રનગરે ઝડપી કબજે લીધો છે.
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.ગીરીશ પંડયા આઇપીએસ નાઓએ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. સુરેન્દ્રનગરનાઓને સુચના કરેલ. જે અન્વયે એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ત્રિવેદી સાહેબે એલ.સી.બી.ના સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જીલ્લામાંથી પસાર થતા અલગ અલગ હાઇવે રોડ પર ખાસ પેટ્રોલીંગ હાથ ધરી, અમુક વાહનો વિદેશી દારૂનો જથ્થો ભરી વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય, જેથી તે અંગે ચોકકસ હકીકત મેળવી પરીણામલક્ષી કામગીરી કરવા સુચના માર્ગદર્શન કરેલ તેમજ અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે રોડ ઉપર ખાસ પેટ્રોલીંગ હાથ ધરવા સુચના કરેલ.
જે અન્વયે એલસીબી ટીમને ચોકકસ બાતમી હકીકત મેળવી અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર ટોકરાળા ગામની સામે આવેલ રાધીકા હોટલના પાર્કીંગમાં એક બંધ બોડીના વાહનમાંથી મેડીકલ દવાઓની આડમાં લઇ જવાતો ગે.કા.પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેમા (1) મેક્ડોવેલ્સ નં.01 ડીલક્ષ વ્હીસ્કી ઓરીજનલ લખેલ કાચની કંપની શીલબંધ 750 મીલીની બોટલો નં-3596 કુલ કી.રૂ.14,38,400/- તથા (2) રોયલ ચેલેંન્જ ફાઇન રીજર્વ વ્હીસ્કી લખેલ કાચની કંપની શીલબંધ 750 મીલીની બોટલો નં-1200 કી.રૂ.4.80,000/- (3) ટ્રકમાંથી મળી આવેલ અલગ અલગ દવાઓના બોક્ષ (કાર્ટુન), જે દવાઓની કુલ કી.રૂ.84,39,331/- તથા (4) બંધ બોડીની આઇસર વાહન કી.રૂ.15,00,000/- મળી કુલ 1,18,57,731/- મુદામાલ ઝડપી લઇ આઇસર ચાલક તથા તપાસમાં ખુલે તે ઇસમો સામે પ્રોહી ધારા મુજબ પાણશીણા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
આ કામગીરી એલ.સી.બી .સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ત્રિવેદી સાહેબ તથા એ.એસ.આઇ. રામદેવસિંહ ધનશ્યામસિંહ તથા મનસુખભાઇ રાજાભાઇ તથા પો.હેડ.કોન્સ. ભુપતસિંહ જોરૂભા તથા પો.કોન્સ. સાહિલભાઇ મહમદભાઇ તથા પેરોલ ફર્લો સ્કોડના પો.કોન્સ. શક્તિસિંહ જોરૂભા તથા ડ્રાઇવર પો.કોન્સ. પ્રધ્યુમનસિંહ ભુપેન્દ્રસિંહ તથા વિજયસિંહ ઘનશ્યામસિંહ એ રીતેની ટીમ દ્વારા કરેલ છે.