રાજકોટ મહાનગરપાલિકાના તત્કાલિન ટીપીઓ મનસુખ સાગઠિયાની ઓફિસમાં છઝ્રમ્એ તપાસ હાથ ધરી હતી. જેમાં એસીબીની તપાસમાં સાગઠિયાની કાળી કમાણીનો પર્દાફાશ થયો છે. સાગઠિયાની ઓફિસમાં પાંચ કરોડ રોકડા મળી આવ્યા છે. તેમજ એક કરોડથી વધુની રકમનું સોનું સાગઠિયાની ઓફિસમાંથી મળ્યું છે. ત્યારે એસીબીની તપાસમાં સાગઠિયાના ભ્રષ્ટાચારના વધુ પ્રકરણ ખુલે તેવી શક્યતા છે.
મનસુખ સાગઠિયાની ઓફિસ ૧૫૦ ફૂટ રિંગ રોડ પરના ટ્વિન સ્ટાર બિલ્ડિંગમાં આવેલી છે. વેરો ન ભરવામાં આવતા ઓફિસને સીલ કરવામાં આવી હતી. જેને તપાસ માટે ખોલવામાં આવી. ગઈકાલ રાતથી એસીબી તપાસ કરી રહ્યું છે. સાગઠીયા ૫૦૦ કરોડથી વધુનો આસામી હોવાનો દાવો કરવામાં આવ્યો. ભ્રષ્ટ સાગઠીયાની ઓફિસમાંથી કરોડોનો રૂપિયાની રોકડ રકમ મળી આવી છે. ૧૫૦ ફૂટ રિંગરોડ પર આવેલ સાગઠીયાની ઓફિસનું સીલ ખુલતા રૂપિયા ૫ કરોડની રોકડ રકમ હાથ લાગી છે. તેમજ રોકડ રકમ ઉપરાંત એક કરોડથી વધુની કિંમતનું સોનું પણ મળી આવ્યું છે.
એસીબીની તપાસમાં હજુ પણ વધુ ખુલાસા થાય તેવી પુરી શક્યતા છે. ચર્ચા છે કે, મનસુખ સાગઠીયા ૫૦૦ કરોડથી વધુનો આસામી છે. સાગઠીયા સાથે સંકળાયેલા હજુ પણ એક પણ રાજકારણીનો નામ સામે આવ્યા નથી. પરંતું સાગઠીયાના માથે કોનો હાથ છે તેની ચર્ચાએ જોર પકડ્યું છે. જિલ્લાના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ટાઉન પ્લાનીગ, ફાયર સહિતના વિભાગના અધિકારીઓ સામે તપાસ ચાલી રહી છે. ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા સામે એસીબીએ ફરિયાદ નોંધી છે. રાજકોટ મનપાના ટીપીઓ મનસુખ સાગઠિયા સામે અપ્રમાણસર મિલક્તની એસીબીએ ફરિયાદ દાખલ કરી છે. ઉપરાંત સાગઠિયા સાથે સંકળાયેલાં ત્રણ સ્થળે દરોડા પાડ્યા હતા. તે દરમિયાન તપાસમાં ૧૦.૫૫ કરોડની અપ્રમાણસર મિલક્ત મળી આવી જે આવક કરતાં વધુ સંપત્તિ હોવાનું સૂચવે છે. રાજકોટમાં ગેસ એજન્સી, પેટ્રોલ પંપ અને અમદાવાદમાં અદાણી શાંતિગ્રામમાં બંગલો મળ્યો છે. દરમિયાન તેના વતનમાં પણ છઝ્રમ્ની તપાસ કરી રહી છે. સાગઠિયા પોતાની કાયદેસરની આવક રૂપિયા ૨,૫૭,૧૭,૩૫૯ના પ્રમાણમાં પોતાના તથા પરિવારજનોનાં નામે કુલ રોકાણ કરતાં તેમનો ખર્ચ રૂપિયા ૧૩,૨૩,૩૩,૩૨૩ કરેલાનું તપાસ દરમિયાન ફલિત થયું છે.
વિપક્ષના નેતા શક્તિસિંહ ગોહિલે રાજકોટ અગ્નિકાંડ મામલે સરકાર પર સવાલો કર્યા છે કે, જાણે કે સાગઠીયાને પૂરી લીધો એટલે બધું જ પૂરું થઈ ગયું. સાગઠીયાના બોસની કેમ ધરપકડ કરવામાં નથી આવતા. સાગઠીયાના બોસ સુધી કેમ પહોંચવામાં નથી આવતું. જ્યાં કલેકટર, કમિશ્ર્નર, મેયર, ધારાસભ્ય જાય ત્યાં પીઆઈ પીએસઆઇ બંધ કરાવી શકે ખરા. સરકારની સંવેદના મરી પરવારી છે. પીડિત પરિવારજનોની મુલાકાત લીધી છે. જીવ ગુમાવનારા લોકો મયમવર્ગીય છે. સરકાર ઉદ્યોગપતિઓના ૧૬ લાખ કરોડ માફ કરી શક્તી હોય તો ૪ લાખ મૃતકના પરિવારજનોને સહાય ઓછી કહેવાય.