રાજકોટ અગ્નિકાંડ કેસમાં એસઆઇટીએ વધુ ૨ આરએમસીના અધિકારીની ધરપકડ કરી

રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ૨૭ લોકો બળીને રાખ થઈ ગયા હતા. રાજકોટ અગ્નિકાંડમાં દિવસે દિવસે મોટો ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે એસઆઇટીએે આરએમસીના બે અધિકારીની ધરપકડ કરી છે. ગેમઝોન અગ્નિકાંડના કેસમાં એટીપીઓ રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર અગ્નિકાંડ બાદ આરએમસીની ટીપી શાખામાં ખોટું રજીસ્ટર બનાવવા અંગે આ બે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. જો કે હજી પણ એસઆઇટી ટીમ બધા જ પુરાવા એકત્ર કરી તપાસ કરી રહી છે.

રાજકોટમાં નાનામોવા રોડ પર ગેમઝોનમાં તારીખ ૨૫ મે ૨૦૨૪ના રોજ બપોર પછી ભીષણ આગ લાગી હતી. જેમાં છેલ્લે મળેલા અહેવાલ અનુસાર ૨૭ લોકો જીવતા બળીને ખાખ થઈ ગયા હતા.આ અગ્નિકાંડમાં સૌથી મોટી બેદરકારીએ હતી કે, ગેમઝોનમાં ફાયર એનઓસી જ ન હતું. પ્રત્યક્ષદર્શી વ્યક્તિએ નિવેદનો પણ આપ્યા છે કે, ફાયર અલાર્મ પણ સિસ્ટમ નહોતી.