રાજકોટમાં કોઠારિયા સોલવન્ટમાં હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે. તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી હુમલો કરાતા ૪૫ વર્ષના ભક્તિરામ નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. પોલીસ હાલ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ જીલ્લામાં સતત ગુનાકીય પ્રવૃતિઓ વધતી જઈ રહી છે. હત્યા, ચોરી, લૂંટફાટ વગેરેના ગુનાઓનું પ્રમાણ વધવા લાગ્યું છે. ત્યારે રાજકોટમાં હરિદ્વાર સોસાટીમાં રહેતા કોઠારિયા સોલવન્ટમાં હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે. ૪૫ વર્ષીય ભક્તિરામની તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી હત્યા કરવામાં આવી છે. ઘટના ઘટતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. લોકોનું ટોળું જમા થઈ ગયું હતું.
સ્થાનિકોએ પોલીસને જાણ કરતા આજીડેમ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. પોલીસ હત્યા કેવી રીતે અને શા માટે કરાઈ તે દિશામાં પ્રયત્નો શરૂ કરી દીધા છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી દેવાયો છે. મૃતકના પરિવાર અને મિત્રોને ઘટના અંગે જાણ કરી દેવાઈ છે.
બીજી બાજુ અમદાવાદના નારોલમાં નજીવી બાબતે પતિએ પત્નીની હત્યા કરી હોવાનું સામે આવતા લોકોમાં ચકચાર મચી જવા પામી છે. સામાન્ય વિવાદ હત્યા સુધી પહોંચી ગયો હતો. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શાહવાડી વિસ્તારમાં પ્રદીપ વણકર નામના વ્યક્તિએ તેની પત્નીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. તેનું દુપટ્ટા વડે ગળું દબાવીને તેનું મોત નીપજાવવામાં આવ્યું હતું. મૃતક મહિલાના પરિવારે તેના પતિ વિરૂદ્ધ નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.