રાજકોટ, રાજકોટ શહેરમાં રહેતી સગીરા પોતાના ઘરે એકલી હોય ત્યારે એક ઇસમેં લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધવાનું કહેતા સગીરાએ ઇનકાર કર્યા છતાં બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચરી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેમજ કારમાં અપહરણ કરી લઇ જઈને દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે
રાજકોટ શહેરમાં રહેતા પિતાએ આરોપી દીપક ઓમપ્રકાશ પ્રજાપતિ રહે પ્રેમ મંદિર સામે કાલાવડ રોડ વાળા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીની સગીર વયની દીકરી પોતાના મકાને એકલી હોય ત્યારે આરોપી દીપક પ્રજાપતિ આવીને લગ્નની લાલચ આપી શરીર સંબંધ બાંધવા માટે કહ્યું હતું જેથી સગીરાએ ઇનકાર કર્યો હતો ત્યારે આરોપીએ સગીરાના પિતા અને મામાને જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપી બે ફડાકા મારી મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા અને સગીરાના ગુદાના ભાગે શરીર સંબંધ બાંધી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું અને આરોપી એક વાર પોતાની કારમાં ભોગ બનનારને અપહરણ કરી લઇ જઈને અવાવરૂ જગ્યાએ કાર ઉભી રાખી ભોગ બનનાર ની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ આઈપીસી કમલ ૩૬૩,૩૬૬,૩૭૬ (૨), (૩), ૩૭૭,૩૨૩,૫૦૪,૫૦૬ (૨) તેમજ પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે