રાજકીય સરમુખત્યારશાહી” તેમજ આર્થિક અસમાનતા અને સામાજિક ધ્રુવીકરણને કારણે ભારત તૂટી રહ્યું છે.

  • અમે ભારતને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.: જયરામ રમેશ

ભોપાલ,

હિંદુત્વના વિચારક વિનાયક દામોદર સાવરકર અંગેના આક્ષેપો અને પ્રતિઆક્ષેપો સમાપ્ત થવાનું નામ નથી લઈ રહ્યા. ભારતીય જનતા પાર્ટી (બીજેપી) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સામે પોતાનો હુમલો ચાલુ રાખતા, કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે સાવરકરે હંમેશા ભારતના ટુકડા કરવાનો પ્રયાસ કર્યો, અને ભાજપ-આરએસએસ પણ તે જ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એમપીના ખારગાંવમાં પીસી દરમિયાન રમેશે કહ્યું, “તે દરમિયાન, અમે ભારતને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”

કોંગ્રેસના જનઆંદોલનનું મહત્વ સમજાવતા પાર્ટીના નેતા રમેશે જણાવ્યું હતું કે, “આથક પડકારો, સમાજના ધ્રુવીકરણ અને રાજકારણમાં સરમુખત્યારશાહીને કારણે દેશ સતત તૂટી રહ્યો છે, તેથી જ અમે ભારત જોડો યાત્રા શરૂ કરી છે.”

રમેશે ફરી પુનરોચ્ચાર કર્યો કે “સાવરકર પ્રકરણ બંધ થઈ ગયું છે”. તેમણે કહ્યું કે ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસ તરફથી સાવરકરનો પ્રકરણ પહેલાથી જ સમાપ્ત થઈ ગયો છે અને યાત્રાના મુખ્ય ઉદ્દેશ્યને યાનમાં રાખીને પાર્ટી માટે તે કોઈપણ રીતે ‘સાઇડ ઇશ્યૂ’ (ગૌણ મુદ્દો) છે. સાવરકર પર રાહુલ ગાંધીની ટિપ્પણીથી તેમના સાથી પક્ષો નારાજ થયા. શિવસેનાના ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળના જૂથના નેતા સંજય રાઉતે કહેવું પડ્યું હતું કે હિન્દુ મહાસભાના નેતા પર કોંગ્રેસનો હુમલો મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડી ગઠબંધનને અસર કરી શકે છે.

અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં જયરામ રમેશે કોંગ્રેસના નેતાઓ વિશે જુઠ્ઠાણા ફેલાવવા બદલ ભાજપ પર પ્રહારો કર્યા હતા. કર્ણાટકના સાંસદે કહ્યું કે જે દિવસે ભાજપ અને આરએસએસ તેમના નેતાઓ વિશે જૂઠ ફેલાવવાનું બંધ કરશે, તેઓ તેમના (ભાજપ) વિશે સત્ય કહેવાનું બંધ કરશે.

કોંગ્રેસ નેતા રમેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દક્ષિણ ભારતીય રાજ્યોના તાજેતરના પ્રવાસની પણ ટીકા કરતા કહ્યું, “ભારત જોડો યાત્રાની એક અસર એ છે કે ભાજપ ભારત જોડો યાત્રાના માર્ગને જોઈને પોતાનો કાર્યક્રમ બનાવે છે. પીએમ મોદીએ પોતે જ્યારે દક્ષિણ ભારતના ચાર રાજ્યોનો પ્રવાસ કર્યો ત્યારે ભારત જોડો યાત્રાના પગલે ચાલ્યા. તેઓએ કેટલીક જગ્યાએ ફોટાની તક લીધી અને ત્યાંથી નીકળી ગયા.

૧૧ નવેમ્બરના રોજ, પીએસ મોદીએ દક્ષિણ ભારતમાં અનેક કાર્યક્રમોમાં ભાગ લેવા માટે કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાની મુલાકાત લીધી હતી. તે જ સમયે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો યાત્રા તેલંગાણાથી મહારાષ્ટ્ર તરફ આગળ વધી રહી હતી.

ભાજપ પર પ્રહાર કરતા પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે શાસક પક્ષની “રાજકીય સરમુખત્યારશાહી” તેમજ આથક અસમાનતા અને સામાજિક ધ્રુવીકરણને કારણે ભારત તૂટી રહ્યું છે. રમેશે ખંડવાની કવયિત્રી સુભદ્રા કુમારી ચૌહાણની પ્રખ્યાત કવિતા ‘ખૂબ લડી મર્દાની, વો તો ઝાંસી વાલી રાની થી’ ટાંકીને કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા પર પણ નિશાન સાયું હતું.

તેમણે કહ્યું, “હું તમને જણાવી દઈએ કે ખંડવાની રહેવાસી સુભદ્રા કુમારી ચૌહાણની કવિતા ‘ખૂબ લડી મર્દાની, વો તો ઝાંસી વાલી રાની થી’માં સિંધિયા વિશે ખાસ ઉલ્લેખ છે.” રમેશને પૂછવામાં આવ્યું હતું કે શું રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ભારત જોડો યાત્રાને કારણે, કોંગ્રેસ માર્ચ ૨૦૨૦ માં ગુમાવેલી સત્તા પાછી મેળવી શકશે જ્યારે સિંધિયાના આશ્રય હેઠળ કોંગ્રેસના ૨૨ બળવાખોર ધારાસભ્યો મયપ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપમાં જોડાયા બાદ છીનવાઈ ગઈ હતી, તેમણે જવાબ આપ્યો કે આ ‘ચૂંટણી જીતો કે ચૂંટણી જીતાડો’ યાત્રા નથી.