મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામનાથ સ્વામી મંદિરના કુંભાભિષેકમ અને ર્જીણોદ્ધાર સમારોહમાં કહ્યું કે અયોયા અને તમિલનાડુનો ખાસ સંબંધ છે. હજારો વર્ષો પહેલા, જ્યારે શ્રી રામ માતા સીતાની શોધ માટે શ્રીલંકા ગયા હતા, ત્યારે તેમણે તમિલનાડુમાં ભગવાન શિવની પૂજા કરી હતી, જ્યાં આજે રામેશ્ર્વરમની સ્થાપના છે. સેતુબંધ પણ ભગવાન શિવની કૃપાથી બંધાયો હતો.
બીજી એક માન્યતા છે કે જ્યારે ભગવાન સીતા સાથે પાછા આવી રહ્યા હતા ત્યારે માતા સીતાએ રામનાથ સ્વામી મંદિરમાં પૂજા કરી હતી. સમગ્ર ભારત એક છે, આ આયાત્મિક પરંપરા આગળ વધી રહી છે. અયોધ્યામાં રામનાથ સ્વામીનું મંદિર બનાવવામાં આવ્યું છે. માન્યતાઓ, સંપ્રદાયો અને પૂજાની પદ્ધતિઓની વિવિધતા હોવા છતાં, ’એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો સંકલ્પ આગળ વધી રહ્યો છે. અગાઉ, મોદીજીની પ્રેરણાથી, કાશી તમિલ સંગમની બે આવૃત્તિઓ થઈ હતી. કાશી બાદ અયોયા ધામને પણ તમિલનાડુ સાથે જોડવામાં આવ્યું છે.
તેમણે કહ્યું કે રાજકીય સંકુચિત માનસિક્તામાં ફસાયેલા કેટલાક લોકો સમાજમાં ભાગલા પાડવાનો પ્રયાસ કરતા રહે છે. આવા સમયે રામનાથ સ્વામી મંદિરનો અભિષેક વિધિ એક નવી પ્રેરણા બની શકે છે. આનાથી પ્રેરિત થઈને અમે એક ભારત શ્રેષ્ઠ ભારતની કલ્પનાને આગળ લઈ જઈશું. ભારત દરેક સમયગાળામાં સાંસ્કૃતિક રીતે સંગઠિત રહ્યું છે. વૈદિક સાહિત્ય તેનું ઉદાહરણ રજૂ કરે છે. આપણાં શાો તેનું ઉદાહરણ છે. સંતો અને ધામક સ્થળોની પરંપરાઓ આનો પુરાવો છે. સરકાર ભલે જુદી હોય પરંતુ સાંસ્કૃતિક એક્તા ક્યારેય તૂટી ન હતી. અયોધ્યામાં રામલલાના અભિષેક બાદ અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે. અયોધ્યા વિશ્ર્વની સૌથી સુંદર આયાત્મિક શહેર બની રહી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ગુરુવારે ૩૦ દિવસમાં ચોથી વખત અયોયા પહોંચ્યા. સીએમ રામસેવક પુરમમાં શિવ મંદિરના અભિષેક સમારોહમાં હાજરી આપી રહ્યા છે. તેઓ ૨૫ ફૂટ ઊંચા મંદિરની ટોચ પર કલશ સ્થાપિત કરી રહ્યા છે. અહીં પહોંચતા જ દક્ષિણ ભારતીય પરંપરા મુજબ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અહીં અશોક સિંહલા ફાઉન્ડેશન દ્વારા આયોજિત એવોર્ડ વિતરણ સમારોહમાં હાજરી આપશે. આ બંને કાર્યક્રમો બાદ સીએમ રામલલા અને હનુમાનગઢીના દરબારમાં પણ હાજર રહેશે. સીએમ યોગી આદિત્યનાથે અયોધ્યામાં દક્ષિણ ભારતીય પરંપરાના પ્રથમ શિવ મંદિરનું ઉદ્ઘાટન કર્યું.