રાજકીય મુદ્દાઓ પર ખુલીને બોલવું હવે તેને ભારી પડી રહ્યું છે.: પ્રકાશ રાજ

  • હું એટલો મજબૂત છું કે મને ખાવા પીવાની કોઈ પરવા નથી. મને હંમેશાં લાગે છે કે મારો ડર કોઈની તાકાત બની જશે.

મુંબઇ,

એક્ટર અને ફિલ્મ મેકર પ્રકાશ રાજ રાજનેતા પણ છે. તે ઘણી વખત તમામ રાજકીય મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કરતા જોવા મળ્યો છે. પ્રકાશ રાજને તેના બેધડક વિચારો માટે ટ્રોલ પણ કરવામાં આવે છે. હવે પ્રકાશ રાજને લાગે છે કે તમામ રાજકીય મુદ્દાઓ પર ખુલીન બોલવાએ તેના એક્ટિંગ કરિયર પર અસર કરી છે. અભિનેતા પ્રકાશ રાજે કહ્યું છે કે તેના રાજકીય મુદ્દાઓ પર ખુલીને બોલવું હવે તેને ભારી પડી રહ્યું છે.

આ કારણે ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીના કેટલાંક લોકો તેનો ચુપચાપ બહિષ્કાર કરી રહ્યા છે. પ્રકાશ રાજે કહ્યું હતું કે, આ બધુ હવે મને પ્રભાવિત કરી રહ્યું છે. હવે એક વર્ગ મારી સાથે કામ નથી કરતો કારણ કે તેમને મારી સાથે કામ નહીં કરવાની ના પાડવામાં આવી છે. પરંતુ તે લોકો ડરે છે. તેઓ માને કે ના માને. હું એટલો મજબૂત છું કે મને ખાવા પીવાની કોઈ પરવા નથી. મને હંમેશાં લાગે છે કે મારો ડર કોઈની તાકાત બની જશે.

પ્રકાશ રાજે એ પણ કહ્યું કે શું અન્ય સ્ટાર્સની જેમ તેણે પણ સામાજિક અને રાજકીય મુદ્દાઓને લઈને ખુલીને બોલવું જોઈએ નહીં. તેણે આગળ પણ સચ્ચાઈને ખુલીને સામે લાવવાની ક્સમ ખાધી હતી. એક્ટરે કહ્યું કે- ઘણા બધા અન્ય સ્ટાર્સ ચૂપ છે અને હું તેમને દોષી નથી ઠેરવતો કારણ કે તેઓ તેને સહન નહીં કરી શકે. તેમને પણ બહાર કરી દેવામાં આવશે અને તેમના માટે તેને સહન કરવાનો કોઈ મતલબ નથી. તેવું નથી કે તેઓ સાચા છે.

જણાવી દઈએ કે આ પહેલા પ્રકાશ રાજે કહ્યું હતું કે, બોલિવુડમાં ફિલ્મ નિર્માતા રાજકીય ડરના કારણે તેની સાથે કામ નથી કરતા પરંતુ તેને વિશ્ર્વાસ હતો કે સાઉથની ઈન્ડ્સ્ટ્રીમાં તેણે આવી પરિસ્થિતનો સામનો નહીં કરવો પડે. જણાવી દઈએ કે પ્રકાશ રાજ ટ્વિટર પર તમામ મુદ્દાઓને લઈને ઘણી વખત સરકાર પર પણ નિશાનો સાધતા જોવા મળ્યા છે. જેની પર યુઝર્સ તેમને ટ્રોલ પણ કરે છે. પ્રકાશ રાજે ૧૪ નવેમ્બરના પણ પીએમ મોદીનો એક વીડિયો શેર કરતા તંજ કસ્યો હતો. જેની પર લોકોએ તેમને ખરી ખોટી સંભળાવી હતી.

પ્રકાશ રાજના કામની વાત કરીએ તો છેલ્લે તેઓ પીએસ-૧માં મહત્વની ભૂમિકા ભજવતા જોવામાં આવ્યા હતા. ફિલ્મે વર્લ્ડ વાઈડ ૫૦૦ કરોડ રૂપિયાથી પણ વધારાની કમાણી કરી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઘણી હીટ સાબિત થઈ છે. આ સિવાય પ્રકાશ રાજ હાલમાં જ રીલિઝ થયેલી વેબ સીરિઝ મુખબીરમાં પણ જોવામાં આવ્યા છે.