રાજીવ કુમારને ફરી એકવાર પશ્ચિમ બંગાળના ડીજીપી નિયુક્ત કરવામાં આવ્યા છે. લોક્સભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે રાજીવની બદલી કરી હતી. ભાજપે રાજીવ કુમાર પર મમતા સરકાર માટે કામ કરવાનો આરોપ લગાવ્યો હતો. સંદેશખાલીમાં બનેલી ઘટના બાદ અનેક વિપક્ષી નેતાઓએ ડીજીપી પર સવાલો ઉઠાવ્યા હતા અને ચૂંટણી પંચને ડીજીપી પદેથી હટાવવાની માંગ કરી હતી. આ પછી, પંચે કાર્યવાહી કરી અને તેમને બિન-ચૂંટણીયુક્ત પદ પર ટ્રાન્સફર કરી દીધા.
લોક્સભા ચૂંટણીની આચારસંહિતા હટાવ્યાના લગભગ દોઢ મહિના બાદ જ રાજીવ કુમારને ફરીથી પશ્ર્ચિમ બંગાળના ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી મમતા બેનર્જીના સૌથી વિશ્વાસુ અધિકારી રાજીવ કુમારને ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ પશ્ર્ચિમ બંગાળ પોલીસના ડીજીપી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ આ વર્ષે માર્ચ સુધી રાજ્યમાં આ જ પોસ્ટ પર કામ કરતા હતા.
પશ્ર્ચિમ બંગાળ કેડરના ૧૯૮૯ બેચના આઇપીએસ અધિકારી રાજીવ કુમારે રાજ્યના ગુનાહિત તપાસ વિભાગના વધારાના ડીજીપી તરીકે પણ કામ કર્યું છે. સીબીઆઈએ મુખ્ય પ્રધાન મમતા બેનર્જીના નજીકના ગણાતા કુમાર પર શારદા કૌભાંડની તપાસ દરમિયાન સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમનું નેતૃત્વ કરતી વખતે પુરાવાને દબાવવા અને છુપાવવાનો આરોપ મૂક્યો હતો.
રાજીવ કુમાર યુપીના ચંદૌસીનો રહેવાસી છે. રાજીવ કુમારે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, રૂરકીમાંથી અભ્યાસ કર્યો છે. વર્ષ ૧૯૮૯ માં, તેમણે સિવિલ પરીક્ષા પાસ કરી અને એપીએસ માટે ચૂંટાયા. તે સમયે તેમની ઉંમર માત્ર ૨૩ વર્ષની હતી. તેમની ગણતરી તેમના કેડરના સૌથી યુવા અધિકારીઓમાં થાય છે.