રાજીવ ગાંધી હત્યાની દોષિત નલિનીએ પાસપોર્ટ માટે હાઈકોર્ટમાં અપીલ કરી

ચેન્નાઇ, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાના દોષિતોમાંના એક એસ. નલિનીએ પોતાની દીકરી સાથે બ્રિટનમાં રહેવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ માટે તેણે મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને તેના પતિ મુગનને પાસપોર્ટ મેળવવા માટે ભારતમાં હાજર થવા દેવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી આદેશની માંગણી કરી છે.નલિનીએ અરજીમાં કહ્યું છે કે સુપ્રીમ કોર્ટે તમામ સાત લોકોને મુક્ત કરી દીધા છે, પરંતુ તેમના પતિ મુગન શ્રીલંકાના નાગરિક હોવાથી તેમને ત્રિચીમાં એક વિશેષ શિબિરમાં રાખવામાં આવ્યા છે.

૧૨ નવેમ્બર, ૨૦૨૨ના રોજ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નલિની અને મુગનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. નલિની હવે લંડનમાં રહેતી તેની પુત્રી સાથે રહેવા માંગે છે. નલિનીએ જણાવ્યું કે તેણે અને તેના પતિએ તમામ દેશોમાં જવા માટે પાસપોર્ટ માટે અરજી કરી છે અને ૩૦ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા.તેણે જણાવ્યું કે તેનો ઈન્ટરવ્યુ પૂર્ણ થઈ ગયો હતો, પરંતુ શ્રીલંકાના કોન્સ્યુલેટ દ્રારા બોલાવવામાં આવતા તેના પતિ ઈન્ટરવ્યુમાં હાજર રહી શકયા ન હતા. કેમ્પમાં ખરાબ પરિસ્થિતિના કારણે એક મહિનામાં બે લોકોના મોત થયા હોવાથી તેણીએ અરજીમાં જણાવ્યું હતું કે તેણીના પતિને કઇં થાય તે પહેલા તેણી તેની પુત્રી પાસે જવા માંગે છે.તેથી, તેણીએ કેન્દ્ર અને રાય સરકારોને વિનંતી કરી છે કે તેના પતિને પાસપોર્ટ મેળવવા માટે ઇન્ટરવ્યુ માટે ચેન્નાઈમાં શ્રીલંકાના કોન્સ્યુલેટમાં જવાની મંજૂરી આપે.

અરજીમાં તેમણે જર પડે પોલીસને પૂરતી સુરક્ષા આપવાનો આદેશ આપવાની પણ વિનંતી કરી છે.મદ્રાસ હાઈકોર્ટમાં જસ્ટિસ એમએસ રમેશ અને સુંદર મોહનની બેન્ચ આ અરજી પર સુનાવણી કરી રહી છે. જસ્ટિસ સુંદર મોહને જાહેરાત કરી કે તેઓ આ કેસની સુનાવણીમાંથી ખસી જશે. આના પગલે, નોંધણી વિભાગને અન્ય સત્રમાં શ્રીમતી નલિનીના કેસની સૂચિબદ્ધ કરવા માટે મુખ્ય ન્યાયાધીશની મંજૂરી મેળવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.આજીવન કેદની સજા ભોગવી રહેલી દેશની સૌથી લાંબી સજા ભોગવનાર મહિલા કેદી નલિનીને સુપ્રીમ કોર્ટના આદેશ બાદ વેલ્લોર જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી, જેમાં નલિની શ્રીહરન અને આરપી રવિચંદ્રન સહિત આ કેસના છ દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા