દાહોદ, રાજકોટ ખાતે ગતરોજ ગેમિંગ ઝોનમાં બનેલ ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં ચકચાર સાથે વ્યાપી જવા પામી છે. સફાળે જાગેલ દાહોદ મામલતદાર ની ટીમ દ્વારા દાહોદ શહેરમાં આવેલ બે ગેમ ઝોનમાં દાહોદ મામલતદારની ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરતા બંને ગેમ ઝોનમાં ફાયર સેફટી, એનઓસી વિગેરે જેવી નિષ્કાળજી મામલતદારની ટીમને જોવા મળતા બંને ગેમ ઝોનને સીલ મારવામાં આવતા દાહોદ શહેરમાં વેપારીઓમાં ફાફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
રાજકોટ ખાતે એક ગેમિંગ ઝોનમાં ગતરોજ ફાયર સેફટી ના અભાવે સર્જાયેલ દુર્ઘટનાને પગલે માસુમો મોતને ભેટયા છે. રાજકોટની ઘટનાને પગલે સમગ્ર ગુજરાતમાં ગૃહરાજ્યમંત્રી દ્વારા આવા કેનિંગ ઝોન સહિતના વેપાર ધંધાઓ પર તપાસ હાથ ધરવા માટે તંત્રના અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે બીજી તરફ હાલ સમગ્ર ગુજરાતમાં કાળજાળ ગરમી કહેર વર્તાવી રહી છે. ત્યારે દાહોદ શહેર સહિત જીલ્લામાં પણ 45 ડિગ્રી સુધી ગરમીનો પારો પહોંચી જતા જીલ્લાવાસીઓ પરસેવે થઈ રહ્યા છે. બપોરના બારથી સાંજના પાંચ વાગ્યા સુધી જીલ્લાના રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ દાહોદ જીલ્લામાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. આવા સમયે ગરમીને પગલે દાહોદ જીલ્લા વાસીઓ કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, તો બીજી તરફ સાંજના સમયે હરવા ફરવા માટે પોતાના બાળકોને લઈ અને હાલ જ્યારે વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે.
ત્યારે તેવા સમયે દાહોદ શહેરમાં આવેલ છાબ તળાવ અને ગોદી રોડ વિસ્તાર ખાતે આવેલ લેવલ અપ એમ બે ગેમ ઝોન ખાતે સાંજથી રાત્રિના સમયગાળા દરમિયાન બાળકોના પરિવારજનો બાળકોને હરવા ફરવા માટે આવા ગેમ ઝોનમાં લઈ જાય છે અને આ ગેમ ઝોનમાં ભારે ઘસારો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે આ બંને ગેમ ઝોનમાં ફાયર સેફટીની સુવિધા છે કે નથી ? એનઓસી છે કે નથી ? વિગેરે જેવી સેફટીઓ તેમજ સુવિધાને ધ્યાનમાં લઇ આ બંને ગેમ ઝોન તરફ દાહોદ મામલતદારની ટીમએ પોલીસને સાથે રાખી બંને ગેમ ઝોનમાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ બંને ગેમ ઝોનમાં ફાયર સેફટી સહિત મહત્વની સુવિધાઓનો અભાવ જોવા મળતા દાહોદ મામલતદારની ટીમ દ્વારા જાહેર જનતાની સુખાકારી માટે બંને ગેમ ઝોનને સીલ કરી દેવામાં આવ્યા હતા.
શહેરના છાબ તળાવ વિસ્તાર ખાતે આવેલ ગેમ માત્ર બે ઇન્ટરબીટર સિલિન્ડર મળ્યા તેમજ અવરજવર માટે માત્ર એક જ ગેટ હતો. ત્યારે ગોદી રોડ ખાતે આવેલ લેવલ અપ ગેમ ઝોનમાં ફાયર સેફટી અને એનઓસી સહિતનો અભાવ જોવા મળ્યો હતો. આ બંને ગેમ ઝોનના માલિકોની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી રહી છે. આ બંને ગેમ ઝોનને સીલ કરવાની કામગીરી સાથે દાહોદ શહેરમાં આવેલ અન્ય વેપાર, ધંધાઓ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
રાજકોટની ઘટના બાદ સફાળે જાગેલ દાહોદ મામલતદાર ની ટીમ દ્વારા બે ગેમ ઝોનને સીલ મારવામાં આવી છે. ત્યારે હર હંમેશ કોઈ મોટી દુર્ઘટના સર્જાયા બાદ જ દાહોદ જીલ્લા વહીવટી તંત્ર સફળ જાગી જતું હોય છે અને કામગીરી કરતું હોય છે. ત્યારે આ બે ગેમ ઝોન વર્ષોથી ધમધમી રહ્યા હતા, પરંતુ રાજકોટની દુર્ઘટના બાદ જ તંત્રની આંખો ઊઘડી હોય તેમ લાગી રહ્યું છે. બાકી તો તંત્રની રહેમ નજરો હેઠળ વર્ષોથી આ ગેમ ઝોન ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓ વગર લોકોના જીવના જોખમે ધમધમી રહ્યા હતા. ત્યારે શું તે સમયે તંત્રની નજર આ ગેમ ઝોન પર નહીં પડી હોય ? જેવા અનેક સવાલો શહેરવાસીઓમાં તંત્રની કામગીરી પર ઊઠવા પામ્યા હતા.
દાહોદ શહેરમાં ફાયર સેફટી વગરની હોસ્પિટલો, મોટા મોટા ઉદ્યોગો, વેપાર ધંધા ઓ તંત્રની નજર હેઠળ ધમધમી રહ્યા છે. ત્યારે આવા વેપાર, ધંધાઓ ઉપર પણ મામલતદારની ટીમ દ્વારા ઓચિંતિ તપાસ હાથ ધરવામાં આવે તો અનેક ફાયર સેફટી વગરના તેમજ એનઓસી વગરના વેપાર ધંધાઓ સામે કાર્યવાહી થઈ શકે તેમ છે. શહેરમાં એવી કેટલીક બિલ્ડીંગો પણ છે. જેમાં પાંચ થી વધુ માળ સુધીની બિલ્ડીંગ, એપારમેન્ટ સહિતના બાંધકામ હોવા છતાં પણ તેમાં લિફ્ટની સુવિધા પૂરી પાડવામાં આવતી નથી અને ફાયર સેફટીના મામલે પણ આવા વેપાર ધંધાઓ બેરોકટોક ધમધમી રહ્યા છે. ત્યારે મામલતદાર ની ટીમ દ્વારા આવા વેપાર ધંધાઓ સામે પણ લાલ આંખ કરશે કે કેમ ? તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.