ઘોઘંબા,
ઘોઘંબાના રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે પંચમહાલ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના અઘ્યક્ષસ્થાને રાજગઢ પી.એસ.આઈ.એમ.એલ.ગોહિલ દ્વારા સ્થાનિક પ્રજાના સમસ્યાઓના ઉકેલ માટે લોક દરબારનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં આત્મહત્યાના વધતા જતા બનાવોને કારણે જેનુ મહત્તમ યોગદાન રહ્યુ છે તેવુ વ્યાજ વટાવના ધંધા કરનાર લોકો ઉપર કાર્યવાહી કરવા પોલીસ તંત્ર સજજ બન્યુ છે. ઘોઘંબામાં ફાયનાન્સ કંપનીના કર્મચારીઓ દ્વારા વારંવાર કરવામાં આવતી પઠાણી ઉઘરાણી અને ખોફ જમાવી કેટલીક જગ્યાઓએ ઉભા રહીને લોકોની ગાડીઓ જપ્ત કરીને દાદાગીરીથી પૈસા વસુલ કરતા હોય છે. તેમજ ધાક ધમકીઓ આપતા હોય છે. તેમના ઉપર એકશન લેવા માટે જણાવ્યુ હતુ. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યુ હતુ કે, તમારી પાસે જો કોઈપણ જાતની સુચનાઓ હોય 10 થી 20 ટકા લોકો વ્યાજ વસુલતા હોય તેઓના નામ, નંબર, અને સરનામાં સાથે મોકલી તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અને પોલીસ તંત્ર તરફથી કોઈપણ જાતની મદદની જરૂર હોય તો પોલીસ તંત્ર હંમેશા સહકાર આપશે.ઘોઘંબા ગામમાંથી રાત્રે અલગ અલગ રસ્તાઓ ઉપરથી બેરોકટોક બેખોફ પુરઝડપે બે નંબરીયાઓ ગાડી હંકારીને લોકોની જાન જોખમમાં મુકી દેતા હોય છે. ત્યારે ઘોઘંકામાં જરૂર જણાય ત્યાં બેરેકો મુકી પોલીસ બંદોબસ્ત ગોઠવાશે.