ઘોઘંબા તાલુકામાં આવેલ રાજગઢ પાલ્લા ગામે રાજગઢ મસ્જિદ ફળિયામાંથી ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના પર દડો પાડી રાજગઢ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ રાજેન્દ્રસિંહ રાઠોડ અને તેઓના સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી કરવામા આવી છે. પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહા નિરીક્ષક આર.વી. અસારી ,પંચમહાલ જિલ્લા પોલીસવડા હિમાંશુ દેસાઈ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક બી.એલ. દેસાઈ હાલોલના માર્ગદર્શન હેઠળ રાજગઢ પોલીસને મળેલ બાતમી અનુસાર રાજગઢ ગામે પીર આજમે મિલાદ જામા મસ્જિદ પાસે રહેતો મહંમદ રઈશ ઈસુબ અલી મકરાણી પોતાના ઘરમાં ચોરી છુપીથી ગૌવંશનું ક્રૂરતા પૂર્વક કતલ કરી તે માસ છૂટક વેચાણ કરતો હતો. સત્વરે જેની તપાસ કરતા 62 કિલો જેટલા વજનનું ગેરકાયદેસરનુ માસ ઝડપી પાડવામાં આવ્યું હતું. જબત કરેલ મુદ્દા માલ અને પકડાયેલ આરોપી ઈસુબ અલી યાકૂબઅલી મકરાણી, મદીનાબેન ઈસુબઅલી મકરાણી, જાહીરા બીબી મહંમદ રઈશ મકરાણી, મહંમદ રઈશ ઈસુબ અલી મકરાણી, આદરીમ ઉર્ફે કોલીઓ મહેમદઅલી મકરાણી તમામ રહેઠાણ મસ્જિદ ફળિયુ રાજગઢ ખાતેના હોવાની માહિતી મળેલ છે.
આ સાથે આદરીમ ઉર્ફે કોલીઓ મહમદ અલી મકરાણી રાજગઢનાઓ કતલ કરવા સારું બે બળદ અને એક વાછરડો પણ આપેલ હત. જેમાંથી ત્રણ આરોપીઓને પકડી તેઓની વિરુદ્ધ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમન તથા પ્રાણી ક્રૂરતા અધિનિયમન તેમજ ઇ.પી.કો. તથા જી.પી. એકટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી ધરવામાં આવેલ છે.ઘોઘંબાના રાજગઢ પોલીસ સ્ટેશનમાં પોલીસ સબ ઇસ્પેક્ટર તરીકે ફરજ બજાવતા નિષ્ઠાવાન પી.એસ.આઇ. આર.એસ. રાઠોડ એ જ્યારથી પોતાની ફરજ સંભાળી છે ત્યારથી ગુનાખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને અવારનવાર ગુના આચારનાર લોકોની ધરપકડ કરી તેઓને જેલના સળીયા પાછળ ધકેલી દેવાની કડક કાર્યવાહી કરતા હોવાની લોકમુકે ચર્ચા જાણવા મળેલ છે. તેઓની ઉત્તમ અને સરાહનીય કામગીરી કરવા બદલ ઘોઘંબા તાલુકાના તમામ પ્રજાજનો તેઓને અભિનંદન પાઠવે છે.