- RPF ની મદદથી બીમાર મુસાફરને 108 મારફતે ઝાયડસમાં ખસેડાયો.
દાહોદ,હઝરત નિઝામુદ્દીનથી મુંબઈ તરફ જતી રાજધાની એક્સપ્રેસમાં મુસાફરી કરી રહેલા મુસાફર ઓચિતો બેભાન થતા તેની જોડે મુસાફરી કરી રહેલા અન્ય વ્યક્તિએ રતલામ કંટ્રોલને જાણ કરતા રતલામ કંટ્રોલ દ્વારા આરપીએફને આ બાબતની જાણ કરી રાજધાની એક્સપ્રેસને દાહોદ ખાતે ઉભી રાખવામાં આવી હતી. જે બાદ આ બીમાર મુસાફરને 108 એમ્બ્યુલન્સ મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
હઝરત નિઝામુદ્દીન થી મુંબઈ સેન્ટ્રલ તરફ જતી ટ્રેન નંબર 12954 રાજધાની એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારી સમયે રતલામ થી મુંબઈ તરફ રવાના થતા ટ્રેનમાં B/5 કોચમાં મથુરા થી મુંબઈ જઈ રહેલા અંતેશ કિરણભાઈ રામટેકે નામક મુસાફર ઓચિંતો બેભાન થતાં તેની સાથે મુસાફરી કરી રહેલા વિક્રમ સાંકલે તેમજ પ્રવલ શંકર તિવારીએ તાત્કાલિક આ અંગેની જાણ રતલામ ક્ધટ્રોલને કરતા રતલામ કંટ્રોલના સહાયક ઉપ નિરીક્ષક અજય ઉપાધ્યાય દ્વારા આ બાબતની જાણ દાહોદ સહાયક ઉપ નિરિક્ષક નારાયણ પરમારને કરતા આરપીએફ દ્વારા ટ્રેન દાહોદ આવે તે પહેલા તાબડતોડ 108 ઈમરજન્સી સેવાને સ્ટેન્ડ બાય રાખ્યા હતા.જે બાદ આ ટ્રેનનું રાત્રે 3:30 વાગે દાહોદ ખાતે ઇમર્જન્સી રોકાણ કરવામાં આવ્યું હતું. જે બાદ આ બેભાન મુસાફરને ઉતારી 108 મારફતે દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાલ તેની પરિસ્થતિ સામાન્ય હોવાનું ફરજ પરના તબીબોએ જણાવ્યુ છે. આમ મુસાફરની સુવિધા અને સૂખાકારી તેમજ આરોગ્ય લક્ષી સમસ્યાને ધ્યાને લઈ રેલવે તંત્રએ રાજધાની એક્સપ્રેસનુ દાહોદ ખાતે ઈમરજન્સી રોકાણ કરી મુસાફરને સમયસર દવાખાને પહોંચાડી સારવાર અપાવવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો હતો.